Western Times News

Gujarati News

રહેમાનની પુત્રી ખતીજાના રિયાસદ્દીન સાથે લગ્ન થયા

મુંબઈ, મ્યુઝિક લેજેન્ડ એઆર રહેમાનની દીકરી ખતીજા રહેમાનના લગ્ન થઈ ગયા છે. ખતીજાએ મંગેતર રિયાસદ્દીન રિયાન સાથે લગ્ન કર્યા છે. આવી સ્થિતિમાં એઆર રહેમાનની દીકરી ખતીજાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં નવવિવાહિત કપલ પરિવાર સાથે પોઝ આપતાં જાેઈ શકાય છે. ચાહકો કપલને અભિનંદન અને આશીર્વાદ આપી રહ્યા છે.

એઆર રહેમાને ફેમિલી ફોટો શેર કરીને દીકરીના લગ્નના સમાચાર આપ્યા છે. ફોટામાં નવવિવાહિત યુગલ ખતીજા અને રિયાસદીન સોફા પર બેઠા છે જ્યારે તેમના પિતા એઆર રહેમાન, માતા સાયરા બાનુ, ભાઈ એઆર અમીન અને મોટી બહેન રહીમા રહેમાન તેમની પાછળ ઉભા છે. સાથે જ રહેમાનની માતાની તસવીર પણ તેની સાથે રાખવામાં આવી છે.

દીકરીને લગ્ન માટે અભિનંદન અને આર્શીર્વાદ આપતા એઆર રહેમાને લખ્યું હતું કે, ‘ભગવાન આ નવવિવાહિત યુગલને આશીર્વાદ આપે. તમારા સૌના અભિનંદન અને પ્રેમ માટે આગાઉથી આભાર’. સાથે જ અનેક ચાહકોએ નવવિવાહિત યુગલને લગ્ન જીવન માટે અભિનંદન અને શુભકામનાઓ આપી છે. સિંગર હર્ષદીપ કૌરે લખ્યુ હતુ કે, ‘ખતીજા અને રિયાસને અભિનંદન.

ખતીજા અને રિયાસદીનની સગાઈ ડિસેમ્બર ૨૦૨૧માં થઈ હતી. આ સમાચાર ખાતિજાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરીને આપ્યા હતા. વેડિંગ આઉટફિટની વાત કરીએ તો ખતીજાએ ક્રીમ કલરમાં સુંદર ફ્લોરલ પ્રિન્ટ સૂટ-સલવાર પહેરીને જાેવા મળી હતી.

તે જ સમયે તેના પતિ રિયાસદીન રિયાન ક્રીમ કલરની મેચિંગ શેરવાનીમાં જાેવા મળ્યો હતો. રિયાસદીન રિયાનના પ્રોફેશન વિશે વાત કરીએ તો તે ઓડિયો એન્જિનિયર છે. તે લાંબા સમયથી એઆર રહેમાન સાથે કામ કરી રહ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.