Western Times News

Gujarati News

મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત સામે પાંચ રને વિજય નોંધાવ્યા

સેમ્સે અંતિમ ઓવરમાં વિજય આંચક્યો

મુંબઈ ઈન્ડિયન્સના ૧૭૭ રન સામે ગુજરાત ટાઈટન્સે ૧૭૨ રન નોંધાવ્યા.

અમદાવાદ,આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૫મી સિઝનમાં શુક્રવારે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી મેચ અંતિમ ઓવર સુધી રોમાંચક રહી હતી. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે પાંચ રને વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ-૨૦૨૨માં શુક્રવારે મુંબઈના બ્રોબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાતે ટોસ જીતીને મુંબઈને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. મુંબઈએ નિર્ધારીત ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૭૭ રનનો સ્કો રનોંધાવ્યો હતો. જેના જવાબમાં ગુજરાતની ટીમ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૭૨ રન નોંધાવી શકી હતી.

ગુજરાતને જીતવા માટે અંતિમ ઓવરમાં નવ રનની જરૂર હતી. ડેવિડ મિલર અને રાહુલ તેવાટિયા અંતિમ ઓવરમાં હોવા છતાં ગુજરાતને જીતાડી શક્યા ન હતા. ડેનિયલ સેમ્સે અદ્દભુત કરી હતી અને મુંબઈને રોમાંચક વિજય અપાવ્યો હતો. ૧૧ મેચમાં ગુજરાતનો આ ત્રીજાે પરાજય હતો જ્યારે ૧૦ મેચમાં મુંબઈનો આ બીજાે વિજય હતો. ગુજરાતની ટીમ ૧૬ પોઈન્ટ સાથે હજી પણ ટોચના સ્થાને છે જ્યારે મુંબઈ ૧૦માં ક્રમે છે. ૧૭૮ રનના લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી ગુજરાતની ટીમને રિદ્ધિમાન સહા અને શુભમન ગિલની ઓપનિંગ જાેડીએ આક્રમક શરૂઆત અપાવી હતી. આ જાેડીએ શરૂઆતથી જ આક્રમક રમત દાખવીને મુંબઈ ઈન્ડિયન્સના બોલર્સ પર દબાણ બનાવ્યું હતું.

આ જાેડીએ સદીની ભાગીદારી નોંધાવી હતી અને પોત-પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી. સહા અને શુભમન ગિલે ૧૨.૧ ઓવરમાં ૧૦૬ રનની ભાગીદારી નોંધાવી હતી. રિદ્ધિમાન સહાએ ૪૦ બોલમાં છ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૫૫ રન ફટકાર્યા હતા. જ્યારે ગિલે ૩૬ બોલમાં ૫૨ રનની ઈનિંગ્સ રમી હતી જેમાં છ ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી. ત્યારબાદ સાઈ સુદર્શન ૧૪ રન નોંધાવીને હિટ વિકેટ આઉટ થયો હતો. મુંબઈના બોલર્સે અંતિમ ઓવર્સમાં શાનદાર બોલિંગ કરી હતી અને મેચને રોમાંચક બનાવી દીધી હતી.

સુકાની હાર્દિક પંડ્યાએ ૧૪ બોલમાં ૨૪ રન નોંધાવ્યા હતા. તે રન આઉટ થયા બાદ મુંબઈએ મેચ પર પકડ બનાવી લીધી હતી. તેમાં પણ ડેનિયલ સેમ્સે અંતિમ ઓવરમાં નવ રનનો બચાવ કર્યો હતો. સામે છેડે ઈનફોર્મ રાહુલ તેવાટિયા અને ડેવિડ મિલર હોવા છતાં તેણે ગુજરાતને છ બોલમાં નવ રન કરવા દીધા ન હતા અને મુંબઈને વિજય અપાવ્યો હતો. ડેવિડ મિલર ૧૪ બોલમાં ૧૯ રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. મુંબઈ માટે મુરૂગન અશ્વિને બે તથા કેઈરોન પોલાર્ડે એક વિકેટ ઝડપી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.