Western Times News

Gujarati News

અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો બાથરુમ વીડિયો વાયરલ

ઉર્વશીએ ૧૫ વર્ષની ઉંમરે શરુ કર્યું મોડલિંગ

ઉર્વશી રૌતેલાએ બોલીવુડમાં ડેબ્યુ સિંહ સાહેબ ધ ગ્રેટથી કર્યું હતું, આ ફિલ્મમાં તેણે સની દેઓલ સાથે કામ કર્યું હતું
મુંબઈ,
બૉલીવુડની અભિનેત્રી ઉર્વશી રૌતેલા પોતાની બોલ્ડ અદાઓથી સોશિયલ મીડિયામાં આગ લગાવી દે છે. ઉર્વશીની હોટ ફોટોઝ અને વીડિયો ઝ જાેઈને ફેન્સના દિલમાં જાણે આગ લાગી જાય છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર ઉર્વશીનો એક એવો વીડિયો સામે આવ્યો જેનાથી સોશિયલ મીડિયામાં આગ લાગી ગઈ. વીડિયોમાં ઉર્વશી બાથરુમમાં શાવર લેતી જાેવા મળી રહી છે. કેમેરા સામે આ પ્રકારના બોલ્ડ પોઝ જાેઈને ઉર્વશીના ફેન્સના પણ હોશ ઉડી ગયા.

હકીકતમાં આ વીડિયો ઉર્વશીની એક ફિલ્મ સનમ રેનો એક સીન છે. જેમા ઉર્વશીએ બોલ્ડ સીને આપીને આગ લગાવી દિધી હતી. આ વીડિયો ઉર્વશીના ઈન્સ્ટાગ્રામ ફેન પેજ પર અપલોડ થયો છે. આપને જણાવી દઈએ કે ઉર્વશી મૂળ ઉત્તરાખંડના હરીદ્વારની રહેવાસી છે. અને તેના પિતા એક મોટા બિઝનેસમેન છે. ઉર્વશી ખુબ જ નાની ઉંમરમાં મૉડલિંગ કરવા લાગી હતી. ઉર્વશીએ વર્ષ ૨૦૦૯માં એટલે કે ૧૫ વર્ષની ઉંમરે મિસ ટીન ઈન્ડિયાનું ખિતાબ જીત્યુ હતુ.

આ સિવાય તે મિસ ઈન્ડિયા પ્રિન્સેસ, મિસ ટુરિઝમ વર્લ્‌ડ, મિસ ઈન્ડિયા સુપરમોડલ જેવા ખિતાબ પણ જીતી ચુકી છે. ઉર્વશી રૌતેલાએ બોલીવુડમાં ડેબ્યુ સિંહ સાહેબ ધ ગ્રેટથી કર્યું હતું. આ ફિલ્મમાં તેણે સની દેઓલ સાથે કામ કર્યું હતું. આ મુવીમાં ઉર્વશીના કામને ખુબ પસંદ કરવામાં આવ્યું હતું. આ સિવાય ઉર્વશીએ મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે.

જેની વાત કરીએ તો લવ ડોઝ, લાલ ડુપટ્ટા, બીજલી કી તાર, એક લડકી ભીગી ભાગી સી, ડૂબ ગયે અને વો ચાંદ કહાં સે લાઓગીનો સમાવેશ થાય છે. ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે ઉર્વશી જલ્દી જ ફિલ્મ બ્લેક રોજમાં જાેવા મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.