Western Times News

Gujarati News

ડાયમંડ રિંગ પહેરેલી તસવીરોથી સોનાક્ષીના લગ્નની અટકળ તેજ

મુંબઈ, ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં આજકાલ લગ્નગાળો ચાલી રહ્યો છે. હવે લાગી રહ્યું છે કે, આ લિસ્ટમાં અભિનેત્રી સોનાક્ષી સિન્હાનું નામ પણ જાેડાવાનું છે.

સોનાક્ષીએ તો આ અંગે કંઈ સ્પષ્ટ નથી કહ્યું પરંતુ તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરો આ વાતનો ઈશારો કરી રહી છે. સોનાક્ષી સિન્હાએ સોમવારે ઈન્સ્ટાગ્રામ પર ત્રણ તસવીરો શેર કરી છે. જેમાં તેના હાથમાં મોટા ડાયમંડવાળી એંગજમેન્ટ રિંગ જાેવા મળી રહી છે.

આ ફોટોમાં સોનાક્ષી સાથે એક પુરુષ પણ જાેવા મળી રહ્યો છે. જાેકે, સોનાક્ષીએ તેનો ચહેરો ના દેખાય તેનું ધ્યાન રાખ્યું છે. ‘મિસ્ટ્રી મેન’ સાથેનો આ ફોટો જાેઈને ફેન્સ વિચારી રહ્યા છે કે, ક્યાંક સોનાક્ષીએ સગાઈ નથી કરી લીધી ને? સોનાક્ષીની આ તસવીરો જાેઈને ફેન્સમાં હલચલ મચી ગઈ છે.

તેને તસવીરો પર સેલિબ્રિટીઝથી માંડીને ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક સોનાક્ષીને અભિનંદન પાઠવી રહ્યા છે તો કેટલાક સવાલ કરી રહ્યા છે કે શું તેણે સગાઈ કરી લીધી? આ ફોટોઝ શેર કરવાની સાથે સોનાક્ષીએ કેપ્શનમાં ‘સો ઈઝ લખ્યું છે. જેને જાેઈને એવું લાગી રહ્યું છે કે, સોનાક્ષી જલ્દી જ નવા પ્રોજેક્ટની અથવા કોઈ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની જાહેરાત કરવાની છે.

સોનાક્ષીએ ત્રણ તસવીરો શેર કરતાં લખ્યું, “મારા માટે સૌથી ખાસ દિવસ છે. મારું સૌથી મોટું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. તમારા સૌની સાથે આ વાત શેર કરવા માટે આતુર છું. વિશ્વાસ નથી થતો કે આ આટલું સો ઈઝ હતું.”

હવે સમગ્ર વાત શું છે તે જાણવા માટે તો સોનાક્ષીની આગામી પોસ્ટની રાહ જાેવી પડશે. આ તરફ સોનાક્ષીની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેનું નામ ઝહીર ઈકબાલ સાથે જાેડાઈ રહ્યું છે. સોનાક્ષી અને ઝહીર ઈકબાલ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છેલ્લા થોડા મહિનાથી ચાલી રહી છે.

જાેકે, અફેરની ચર્ચા પર સોનાક્ષીએ અમારા સહયોગી ઈટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે અને ઝહીર માત્ર સારા મિત્રો છે. તો થોડા દિવસ પહેલા જ ઝહીરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેને સોનાક્ષી સાથેના અફેરની અફવાથી ફરક નથી પડતો અને તે આ વાતે ધ્યાન પણ નથી આપતો.

મહત્વનું છે કે, ઝહીર અને સોનાક્ષી બંનેએ સલમાન ખાનની ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ઝહીર ઈકબાલે ૨૦૧૯માં આવેલી ફિલ્મ ‘નોટબુક’ દ્વારા ડેબ્યૂ કર્યું હતું.

આ ફિલ્મ સલમાન ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળ બની હતી. જ્યારે સોનાક્ષીએ ફિલ્મ ‘દબંગ’ દ્વારા સલમાન ખાન સાથે બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. હવે ઝહીર અને સોનાક્ષી ફિલ્મ ‘ડબલ એક્સએલ’માં સાથે જાેવા મળશે. આ ફિલ્મમાં હુમા કુરેશી પણ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.