Western Times News

Gujarati News

કેટરિના પતિને પોતાની ફેવરિટ રેસ્ટોરાંમાં લઈ ગઈ

ન્યૂયોર્કમાં રજાઓ ગાળવા પહોંચ્યા વિકી અને કેટરિના

વિકી બ્લૂ જિન્સ, ડેનિમ જેકેટ અને કેપ પહેરી છે જ્યારે કેટરિનાએ લીલા રંગનું શર્ટ, બ્લૂ જિન્સ અને બેજ રંગનો કોટ પહેર્યો

મુંબઈ,બોલિવુડની સૌથી પોપ્યુલર જાેડી પૈકીની એક વિકી કૌશલ અને કેટરિના કૈફની છે. વિકી અને કેટરિના હાલ ન્યૂયોર્કમાં વેકેશન માણી રહ્યા છે. વિકી અને કેટરિનાની ન્યૂયોર્કમાં ફરતી તસવીરો જાેઈને કોઈને પણ ઈર્ષ્યા આવી જાય. વિકી અને કેટરિનાએ પોતપોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ટ્રીપની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં કેટરિનાએ પોતાના ફેવરિટ રેસ્ટોરાંની મુલાકાત લીધી તેની તસવીર શેર કરી છે. વિકી કેટરિનાને લઈને બબીઝમાં પહોંચ્યો હતો. ફોટોમાં જાેઈ શકો છો કે, વિકી કૌશલે બ્લૂ જિન્સ, ડેનિમ જેકેટ અને કેપ પહેરી છે.

જ્યારે કેટરિનાએ લીલા રંગનું શર્ટ, બ્લૂ જિન્સ અને બેજ રંગનો કોટ પહેર્યો છે. પતિ સાથે પોતાના ફેવરિટ રેસ્ટોરાંમાં પહોંચેલી કેટરિનાએ મન ભરીને પેનકેક અને સ્ટ્રોબેરી ખાધી હતી. જીવનસાથી સાથે મનપસંદ જગ્યાએ પહોંચેલી કેટરિનાએ અહીં ફોટો પણ પડાવ્યો હતો જેથી જીવનભરનું સંભારણું રહે. કેટરિનાએ ફોટો શેર કરતાં લખ્યું, “બધાનું ઘર, મારી ફેવરિટ જગ્યા બબીઝ. કેટરિના-વિકીની આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. તેઓ ખુશ છે કે કેટરિના પોતાની મનપસંદ જગ્યાએ પતિ સાથે ગઈ છે. આ ફોટો પર આલિયા ભટ્ટની કોમેન્ટે ધ્યાન ખેંચ્યું છે.

આલિયાએ લખ્યું, “હાઉ ડેર યુ” સાથે જ રડતાં ઈમોજી મૂક્યા છે. આ જાેતાં લાગી રહ્યું છે કે કેટરિનાની જેમ તેની બેસ્ટ ફ્રેન્ડ આલિયાની પણ આ ફેવરિટ રેસ્ટોરાં હશે. આ ફોટો પર અનુષ્કાએ હાર્ટ ઈમોજી દ્વારા કોમેન્ટ કરી છે. જ્યારે મિનિ માથુરે કોમેન્ટ કરતાં લખ્યું, ઓહો કેટ પોતાની ફેવરિટ જગ્યા બબીઝમાં પહોંચી ગઈ છે. કેટરિના ઉપરાંત વિકી કૌશલે પણ ન્યૂયોર્કથી પત્ની સાથેનો ફોટો શેર કર્યો છે.

જેમાં બંને રોડ ક્રોસ કરતાં દેખાઈ રહ્યા છે. ફોટો શેર કરતાં વિકીએ લખ્યું, ‘શુગર રશ. ઉલ્લેખનીય છે કે, કેટરિના કૈફ અને વિકી કૌશલે ડિસેમ્બર ૨૦૨૧માં રાજસ્થાનના સવાઈ માધોપુરમાં લગ્ન કર્યા હતા. કપલના લગ્નમાં અંગત પરિવારજનો અને મિત્રો જ હાજર રહ્યા હતા. લગ્નની એક પણ તસવીર સોશિયલ મીડિયા પર લીક ના થાય તે માટે તેમણે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. જાેકે, લગ્ન પૂરા થયા પછી તેમણે દરેક સેરેમનીની સુંદર તસવીરો શેર કરી હતી. લગ્ન બાદ વિકી-કેટરિના ટૂંકા હનીમૂન માટે માલદીવ્સ ગયા હતા. હાલ તેઓ ન્યૂયોર્કમાં રજાઓ ગાળી રહ્યા છે.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.