Western Times News

Gujarati News

એન.જી.જરીવાલા હાઈસ્કૂલ- નેત્રામલી નો સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવાયો.

નેત્રામલી :  ઇડર તાલુકાની શ્રી એન.જી.જરીવાલા હાઈસ્કૂલ- નેત્રામલી આને માતૃશ્રી રેવાબા બેચરભાઈ પટેલ ઉચ્ચતર માઘ્યમિક વિભાગનો સુવર્ણ જયંતી મહોત્સવ તારીખ ૭/૫/૨૨ થી ૮/૫/૨૩ દરમ્યાન યોજાયો. જેમાં બે દિવસના આ ઉત્સવ દરમ્યાન ઉદ્દઘાટન  એવમ્ દાતાઓનું સન્માન, સંસ્કાર કાર્યક્રમ, ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાધેલા, રમણલાલ વોરા, હિતુભાઇ કનોડિયા, દિપસિંહ રાઠોડ, સચિવ ગુજરાત શિક્ષણ બોર્ડ દિનેશભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી, સહદેવસિંહ સોનગરા, ડે.મામલતદાર એકતા કુમારી  તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવણી ની સફળતા બદલ અધ્યક્ષ જે.ડી. પટેલ , પ્રમુખ દિલીપભાઇ પટેલ, આચાર્ય સંજયભાઈ પટેલ, સમગ્ર કેળવણી મંડળ, શાળા પરિવાર તેમજ ગ્રામજનો એ પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર આપનાર સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.