Western Times News

Gujarati News

એવુ ના થવું જાેઈએ કે કોંગ્રેસનો આત્મવિશ્વાસ ખતમ થઈ જાય

નવી દિલ્હી, કોંગ્રેસના નવસંકલ્પ ચિંતન શિબિર પહેલા પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે પાર્ટી નેતાઓને નિઃસ્વાર્થ ભાવ અને અનુશાસન સાથે કામ કરવાની અપીલ કરતા કહ્યુ કે પાર્ટીને ફરીથી મજબૂત કરવા માટે જાદૂ ની કોઈ છડી નથી.

સાથે જ તેમણે કહ્યુ કે પાર્ટીએ હંમેશા આપણા સૌનુ ભલુ કર્યુ છે અને હવે કોંગ્રેસ માટે આ દેવાને ચૂકવવાનો સમય આવી ગયો છે. તેમણે પાર્ટીની સીડબલ્યુસીની બેઠકમાં નેતાઓને એ ચેતવણી પણ આપી કે પાર્ટીના મંચ પર ટીકા જરૂરી છે પરંતુ એવુ ના થવુ જાેઈએ કે કોંગ્રેસનો આત્મવિશ્વાસ ખતમ થઈ જાય. સોનિયા ગાંધીનુ કહેવુ હતુ કે નવસંકલ્પ ચિંતન શિબિર રસ્મ અદાયગી ભરી ના હોવી જાેઈએ પરંતુ આમાં પાર્ટીની પુન રચના પ્રતિબિંબિત હોવી જાેઈએ. આ ચિંતન શિબિર ૧૩-૧૫ મે એ રાજસ્થાનના ઉદયપુરમાં આયોજિત થઈ રહી છે.

સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં થયેલી સીડબલ્યુસીની બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંગઠન મહાસચિવ કે.સી.વેણુગોપાલ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને કેટલાક અન્ય નેતા સામેલ થયા.

સીડબલ્યુસીની બેઠકમાં ચિંતન શિબિરના એજન્ડા પર ચર્ચા કરવામાં આવી. જેમાં રાજકારણ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ, અર્થવ્યવસ્થા, સંગઠન, ખેડુત અને કૃષિ તથા યુવા અને સશક્તિકરણ સાથે જાેડાયેલી સમન્વય સમિતિઓના સંયોજકોએ તે એજન્ડા પણ રાખ્યો જેની પર ચિંતન શિબિરમાં મંથન થશે. બેઠક બાદ પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યુ કે આ ચિંતન શિબિર કોઈ મંજિલ ના થઈને એક લાંબી યાત્રાની શરૂઆત હશે અને આ એક મિશાલ પણ સાબિત થશે.

તેમણે જણાવ્યુ, મલ્લિકાર્જુન ખડગેએ રાજકીય મુદ્દા, પી ચિદમ્બરમે આર્થિક મુદ્દા, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કૃષિ સાથે સંબંધિત મુદ્દા પર જાણકારી આપી. આ સાથે જ સલમાન ખુર્શીદએ એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી સાથે જાેડાયેલા મુદ્દા પર વાત કરી, મુકુલ વાસનિકે સંગઠન સાથે જાેડાયેલા મુદ્દા પર ચર્ચા કરી અને અમરિંદર સિંહ રાજા વડિંગે યુવાઓ સાથે જાેડાયેલા મુદ્દા પર વાત કરી, તેમણે કહ્યુ કે ૧૫ મે એ જે ઉદયપુર નવસંકલ્પ સામે આવશે તેમાં સંગઠનની પુનરચનાની વાત થશે અને તે એક કાર્ય યોજના હશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.