Western Times News

Gujarati News

મલાઈકા અને અર્જુન બનશે કોફી વિથ કરણ ૭ના મહેમાન

મુંબઈ, બોલિવુડ ફિલ્મમેકર કરણ જાેહર પોતાના પોપ્યુલર ચેટ શો કોફી વિથ કરણ ની સાતમી સીઝન લઈને આવી રહ્યો છે. કરણ જાેહરે વચન આપ્યું છે કે, શોની સાતમી સીઝન ખૂબ ધમાકેદાર અને મજેદાર હશે. કરણ જાેહરે કોફી વિથ કરણની સાતમી સીઝનનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને તેમાં આવનારા મહેમાનોની યાદી રસપ્રદ છે.

સારા અલી ખાન, જ્હાન્વી કપૂર, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, રણવીર સિંહ, કરીના કપૂર જેવા કેટલાય સેલિબ્રિટીઝ આ શોના કાઉચ પર બેસીને કરણ સાથે ગોસિપ કરી ચૂક્યા છે. આ સીઝનમાં શોના મેકર્સ બોલિવુડના લવબર્ડ્‌સને લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટનું માનીએ તો સાતમી સીઝન રોમેન્સ અને રિયલ લાઈફ કપલની શાનદાર કેમેસ્ટ્રીથી ભરપૂર હશે. ‘કોફી વિથ કરણ ૭’માં બોલિવુડની જાણીતી જાેડીઓ પોતાના રોમેન્સ અંગે વાત કરી શકે છે. અહેવાલ પ્રમાણે, બોલિવુડના લવબર્ડ્‌સ મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનો સંપર્ક ‘કોફી વિથ કરણ ૭’ માટે કરવામાં આવ્યો છે.

જાેકે, કપલે હજી શોમાં આવવા માટે હામી ભરી નથી. ૨૦૧૯માં અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ પોતાની રિલેશનશીપ પર સોશિયલ મીડિયા દ્વારા મહોર મારી હતી. ત્યારથી તેમના રોમેન્સની ચર્ચા થતી રહી છે. કપલના કેટલાય રોમેન્ટિક ફોટો અને તસવીરો વાયરલ થતાં રહ્યા છે.

એટલું જ નહીં અવારનવાર કપલના લગ્નની ચર્ચા પણ થતી રહે છે, અર્જુન સાથેની રિલેશનશીપ અંગે હાલમાં જ મલાઈકાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, “અમે રિલેશનશીપના એવા તબક્કામાં છીએ જ્યાં વિચારી રહ્યા છે કે હવે આગળ શું કરીએ, ભવિષ્ય કેવું હશે. અમે આ મુદ્દે ખૂબ ચર્ચા કરીએ છીએ. અમારા વિચારો અને આઈડિયા સમાન છે. અમે બંને એકબીજાને ખૂબ સારી રીતે સમજીએ છીએ.

અમે રિલેશનશીપના પરિપક્વ તબક્કામાં છીએ જ્યાં હજી પણ ઘણું શોધવાનું છે પરંતુ અમે એકસાથે જિંદગી જાેવા માગીએ છીએ. એટલે જાેઈએ હવે અહીંથી સંબંધ ક્યાં જાય છે. અમે હસીએ મજાક કરીએ પણ આ મુદ્દે ગંભીર પણ છીએ. તમારે રિલેશનશીપમાં ખુશી અને હકારાત્મકતા અનુભવવાની હોય છે.

હું ખૂબ ખુશ અને પોઝિટિવ છું. અર્જુન મને ખાતરી અને વિશ્વાસ આપે છે અને મારા તરફથી પણ આ જ વસ્તુઓ તેને મળે છે. જાેકે, હું આખી બાજી અત્યારે નહીં ખોલી દઉં. અમે અમારી જિંદગીને પ્રેમ કરીએ છીએ અને રોજ રોમેન્સ કરીએ છીએ.

હું હંમેશા તેને કહું છું કે હું તારી સાથે વૃદ્ધ થવા માગુ છું. બાકીનું બધું અમે જાેઈ લઈશું પણ તે મારો સપનાનો રાજકુમાર છે તે મને ખબર છે. કોફી વિથ કરણ’ની સાતમી સીઝનમાં અર્જુન-મલાઈકા ઉપરાંત આલિયા ભટ્ટ-રણવીર સિંહ, વિજય દેવરકોન્ડા-અનન્યા પાંડે, વરુણ ધવન-અનિલ કપૂર, સારા અલી ખાન અને જ્હાન્વી કપૂર તેમજ બહેનો કરિશ્મા અને કરીના કપૂર આવશે તેવી ચર્ચા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.