Western Times News

Gujarati News

કોંગ્રેસની ચિંતિન શિબિરમાં હાર્દિક હાજર ન રહેતા હાંકી કાઢવાનો કોંગ્રેસનો તખ્તો તૈયાર,ટૂંક સમયમાં ર્નિણય લેવાશે

અમદાવાદ, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ની પક્ષ સાથેની નારાજગીએ ગંભીર સ્વરૂપ લીધું છે, હાર્દિકની છેલ્લા કેટલાક દિવસની ગતિવિધિઓ અને નિવેદનને પણ કાૅંગ્રેસે ગંભીર ગણી હાર્દિક સાથે અંતર જાળવવાની શરૂઆત કરી દીધી છે.

ખાસ કરીને રાહુલ ગાંધી પણ ગુજરાત આવ્યા ત્યારે હાર્દિક સાથે વાત કરવાનું તો ઠીક તેની નોંધ લેવાનું પણ ટાળ્યું હતું. રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની મળેલી ચિંતન શિબિરમાં પણ હાર્દિક પટેલની સૂચક ગેરહાજરી જાેવા મળી છે. જેને પગલે હવે કોંગ્રેસે હાર્દિકને હાંકી કાઢવાનો ર્નિણય લઈ લીધો હોય એવી શક્યતા છે.

હાર્દિક પટેલની કોંગ્રેસના નેતૃત્વ સાથે વધતી તિરાડનો નમૂનો તાજેતરમાં જ જાેવા મળ્યો હતો. જેમાં ગુજરાત આવેલા રાહુલ ગાંધીએ પાટીદાર નેતા હાર્દિક પટેલ સાથે વન-ટુ-વન બેઠક કરવાનું ટાળ્યું હતું.

દાહોદમાં આયોજિત આદિવાસી રેલીમાં રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ એક જ સ્ટેજ પર હતા, કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓના જણાવ્યા અનુસાર કેટલાક દિવસથી હાર્દિક દ્વારા જે રીતે જાહેરમાં કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે.

તેનાથી રાહુલ ગાંધી ખુશ નથી.હાર્દિક પટેલ તરફથી આ વિવાદને ડામવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ખાસ કરીને ૨૦૧૯માં જ્યારે રાહુલ ગાંધીએ હાર્દિક પટેલને કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો હતો, ત્યારે જે બોડી લેંગ્વેજ બન્ને નેતાઓની જાેવા મળી હતી. તેનાથી વિરુદ્ધ દાહોદના કાર્યક્રમમાં જાેવા મળી હતી. રાહુલ ગાંધીએ હાર્દિકની હાજરીની નોંધ લેવાનું પણ ટાળ્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તે સમયે હાર્દિકની નારાજગી અને નિવેદનબાજીથી કાૅંગ્રેસ પણ હાર્દિક સામે પગલાં લેવાની તૈયારી કરી રહી છે.

આ સંજાેગોમાં જાે હાર્દિકને કોંગ્રેસ પણ છોડી દે તો હાર્દિક પટેલ માટે આમ આદમી પાર્ટીના દરવાજા ખુલ્લા રહી શકે છે. પરંતુ, ભાજપમાં હાર્દિકની એન્ટ્રીની શક્યતા એકદમ નહિવત છે, આમ ચૂંટણી સમયે જ હાર્દિકની સ્થિતિ કફોડી બની શકે તેમ છે.

તાજેતરમાં જ હાર્દિક પટેલે હાઈકમાન્ડ સમક્ષ વધુ એકવખત નારાજગી વ્યક્ત કરી છે. એક ટીવી ચેનલના ઇન્ટરવ્યૂમાં હાર્દિકે કહ્યું મારું દિલ્હીમાં કોઈ ન હોવાથી મારી સાથે આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે મને આશા છે કે ચિંતન શિબિર પછી કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતને લઈને કોઈ મોટો ર્નિણય લઈ શકે છે.

હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું અને મારું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી. આ કારણે જ કોંગ્રેસમાં મારી વાત કોઈ સાંભળતું નથી. રાજ્યમાં કોંગ્રેસના નેતા ભાજપ સરકાર સામે લડવામાં કોઈ રુચિ દાખવતા નથી. છેલ્લાં એક વર્ષમાં પાર્ટીના નેતાઓએ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી નથી.

હાર્દિકે કહ્યું કે ૧૫ દિવસ પહેલાં રાહુલ ગાંધીનો એક મેસેજ આવ્યો હતો. તેમણે મને પૂછ્યું હતું કે શું બાબત છે? મેં આખી વાત જણાવી, પરંતુ ૧૫ દિવસ પછી પણ હાઈકમાન્ડ તરફથી કોઈ જવાબ આવ્યો નથી. હાલમાં રાહુલ ગુજરાત પણ આવ્યા હતા, પરંતુ તેમણે કોઈ મીટિંગ જ ન કરી.

૧૪ એપ્રિલના રોજ વાતચીતમાં હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ હોવાનો અને રાહુલ ગાંધી સુધી પોતાની ફરિયાદ કર્યાનું જણાવ્યું હતું. જાેકે તેની ફરિયાદને ગંભીરતાથી ન લેતાં પાર્ટી છોડે તેવા સંકેત આપ્યા હતા. હાર્દિક પટેલે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે મને એટલો હેરાન કરવામાં આવે છે કે એ મને બહુ ખરાબ અનુભવાય છે.

ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે કે હું પાર્ટી છોડી દઉં. મને દુઃખ છે કે રાહુલ ગાંધીને ઘણીવાર પરિસ્થિતિની જાણ કરી, પરંતુ કોઈ પગલાં લેવાયાં નથી. ત્યાર બાદ ૨૩ અને ૨૫ એપ્રિલે એમ બેવાર વ્હોટ્‌સએપ ડીપી બદલ્યા હતા. તેમાં પણ ૨૫ એપ્રિલે મુકેલા ડીપીમાં કેસરી ખેસ સાથેનો ફોટો જાેવા મળતા ભાજપમાં જાેડાવાની અટકળો ચાલી હતી.

૨ મેના રોજ પણ હાર્દિકે ટ્‌વીટર એકાઉ્‌ટ પર પોતાના કોંગ્રેસના હોદ્દાને દૂર કર્યો હતો. ટ્‌વીટર પર હાર્દિક પટેલે કાર્યકારી અધ્યક્ષ ગુજરાત કોંગ્રેસ લખ્યું હતું. જાે કે, અચાનક જ હટાવી દીધું હતું. પટેલે પોતાની તસવીર સાથે પંજાને એમને એમ રાખીને વિવાદોને વધતો અટકાવવા પ્રયાસ કર્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.