Western Times News

Gujarati News

૨૦૨૧-૨૨ના ચોથા ત્રિમાસિક ગાળામાં SBIનો નફો ૯૧૧૩ કરોડ

પ્રતિકાત્મક

નવી દિલ્હી, ભારત દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના ચોથા ત્રિમાસિકગાળામાં રૂ. ૯૧૧૩ કરોડનો નફો થયો છે. અંતિમ ત્રિમાસિકગાળામાં બેંકનો નફો વાર્ષિક ધોરણે ૪૧% વધ્યો છે.

“પરિણામોની સાથે બેંકના બોર્ડે ૧૩મી મે, ૨૦૨૨ના રોજ યોજાયેલી બેઠકમાં ૩૧ માર્ચ, ૨૦૨૨ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે ઈક્વિટી શેર દીઠ રૂ. ૭.૧૦ (૭૧૦ ટકા)નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ડિવિડન્ડની ચુકવણીની તારીખ ૧૦ જૂન, ૨૦૨૨ નક્કી કરવામાં આવી છે તેમ એસબીઆઈએ એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું હતું.

બેન્કે એક વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. ૬૪૫૧ કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો.બેંકની વ્યાજની ચોખ્ખી આવક (એનઆઈઆઈ)માં નોંધપાત્ર વૃદ્ધિને પગલે બોટમલાઈનને સપોર્ટ મયો છે.

દેશની સૌથી મોટી બેંકની વ્યાજની આવક અને જાવક વચ્ચેનો તફાવત NII જાન્યુઆરી-માર્ચ કવાર્ટર દરમિયાન ૧૫.૨૬ ટકા વધીને રૂ. ૩૧,૧૯૮ કરોડ થઈ છે, જે ક્યુ૪એફવાય૨૧માં રૂ. ૨૭,૦૬૭ કરોડ હતી. ત્રિમાસિક ધોરણે બેંકની વ્યાજની આવક રૂ. ૩૦,૬૮૭ કરોડથી ૧.૬ ટકા વધી છે. બેંકના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન ૨૯ બેસિસ પોઈન્ટ વધીને ૩.૪૦% થયા છે.

જાેકે બેંકનો નફો અને વ્યાજની આવક માર્કેટના અંદાજ કરતા ઓછા છે. ચોખ્ખો નફો રૂ. ૧૧,૦૦૦ કરોડની આસપાસ અને NII રૂ. ૩૨,૧૦૦ કરોડ થવાનો અંદાજ હતો.

એસબીઆઈની એસેટ ક્વોલિટીમાં સુધરો નોંધાયો છે. ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્‌સ (GNPA) આંકડાકીય દ્રષ્ટિએ રૂ. ૧.૨ લાખ કરોડની સામે ઘટીને રૂ. ૧.૧૨ લાખ કરોડ થયા છે. નેટ એનપીએ પણ અગાઉના ક્વાર્ટરના રૂ. ૩૪,૫૪૦ કરોડની સરખામણીએ ઘટીને રૂ. ૨૭,૯૬૬ કરોડ થયા છે.

ટકાવારીની દ્રષ્ટિએ ગ્રોસ અને નેટ એનપીએ અનુક્રમે ૫૩ bps અને ૩૨ bpsસુધરીને ૩.૯૭ ટકા અને ૧.૦૨ ટકા રહ્યાં છે.
આ સિવાય બેંકે ચોથા ત્રિમાસિકગાળામાં રૂ. ૭૨૩૭.૪૫ કરોડના પ્રોવિઝન પણ કર્યા છે. ગત ડિસેમ્બર કવાર્ટરના નવા ઉમેરાયેલા ૩૦૬૯ કરોડના એનપીએની સામે આ વર્ષે માર્ચ કવાર્ટરમાં રૂ. ૩,૨૬૧.૭ કરોડના એનપીએ માટે પ્રોવિઝન થયા છે. ૩૧ માર્ચ, ૨૦૨૨ના રોજ પ્રોવિઝન કવરેજ રેશિયો (પીસીઆર) ૯૦.૨૦ ટકા છે.

દેશની સૌથી મોટી બેંકનીની લોન બુક ૩૧ માર્ચ, ૨૦૨૨ના અંતે રૂ. ૨૮.૧૮ ટ્રિલિયન હતી, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં ૨૫.૩૯ ટ્રિલિયન હતી એટલેકે વાર્ષિક વાર્ષિક ધોરણે ૧૧ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. ત્રિમાસિકધોરણે પણ ક્રે ડિટ બુક રૂ. ૨૬.૬૪ ટ્રિલિયનથી ૫.૭૮ ટકા વધી છે. તેમાંથી રિટેલ લોનમાં ૧૫.૧૧ ટકાની અને કોર્પોરેટ લોનમાં ૬.૩૫ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.