Western Times News

Gujarati News

કાળિયારના શિકારીઓએ ગુનામાં ખેલ્યો ખૂની ખેલ

ઘટના સ્થળેથી હરણોના ચાર માથા, બે હરણ જેમના માથા નથી અને એક મોરનો મૃતદેહ મળી આવ્યો છે

ગુનેગારો-પોલીસના ગોળીબારમાં ત્રણ પોલીસકર્મી શહીદ થયા

નવી દિલ્હી,કાળા હરણના શિકારીઓએ મધ્યપ્રદેશના ગુનામાં આતંક મચાવ્યો છે, જેમાં પોલીસ અને શિકારીઓ વચ્ચે થયેલી અથડામણમાં જીૈં સહિત ૩ પોલીસકર્મીઓને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. જેણા કારણે વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. આ ઘટનામાં ભોગ બનેલા જીૈં રાજકુમાર જાટવ, કોન્સ્ટેબલ નીરજ ભાર્ગવ અને સંતરામનો સમાવેશ થાય છે. શિકારીઓ જ્યારે કાળા હરણને મારીને લઈ જઈ રહ્યા હતા, ત્યારે પોલીસ સાથે અથડામણ થઈ હતી. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે બની છે.

આ ઘટનાને લઈને મુખ્યમંત્રી નિવાસસ્થાને સવારે ૯.૩૦ વાગે બેઠક થશે. રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું છે કે ગુનાની પાસે ગુનેગારો અને પોલીસ વચ્ચે થયેલી ગોળીબારમાં પોલીસ વિભાગના ત્રણ જાંબાઝ ઓફિસર અને કર્મચારી શહીદ થયા છે. તેમણે જણાવ્યું છે કે ગુનેગારોને બક્ષવામાં નહીં આવે અને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સ્વયં આ ઘટનાનું મોનટરિંગ કરી રહ્યા છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને લઈને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે હાઈલેવલ ઈમરજન્સી મીટિંગ બોલાવી છે.

આ બેઠક મુખ્યમંત્રી નિવાસ સ્થાને સવારે ૯.૩૦ વાગે થશે. બેઠકમાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, મુખ્ય સચિવ, ડીજીપી, એડીજી સહિત મોટા પોલીસ અધિકારીઓ હાજર રહેશે. ઘટના સ્થળેની તસવીરો ઘણી ભયાનક છે. અહીંનું દ્રશ્ય એનકાઉન્ટ જેવું દેખાઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે કે પોલીસ કર્મીઓને નજીકથી ગોળી મારવામાં આવી છે. ઘટના સ્થળેથી હરણોના ૪ માથા, બે હરણ જેમના માથા નથી અને એક મોરનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાને પગલે જિલ્લાના વરિષ્ઠ પોલીસકર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.