Western Times News

Gujarati News

ગ્રામ પંચાયત ઇગ્રામ કોમ્પ્યુટર સાહસિકને કમિશનને બદલે ફિક્સ વેતનથી નિમણૂંક આપવા રજુઆત

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) મોડાસા, રાજ્યમાં ગ્રામ પંચાયતોમાં કામ કરતા ઇગ્રામ કોમ્પ્યુટર સાહસિકોને કમિશનને બદલે ફિક્સ વેતનથી નિમણૂંક આપવા અને તેમને સરકારી કર્મચારીનો દરજ્જાે આપવા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર પારઘીએ અજેઓજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરી છે.

એમણે કરેલી રજુઆતમાં જણાવાયું છે કે ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઇ મંડળ દ્વારા ૨૦૧૬ થી મુખ્યમંત્રીશ્રી ને ઉપરોક્ત બાબતે લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. તેમજ નવા મુખ્યમંત્રી અને પંચાયતમંત્રી બનતા તેમને પણ આ રજુઆત તા.૨૧/૧૦/૨૦૨૧ ના રોજ થી હડતાળ કરવાની જાહેરાત મંડળે કરેલ હતી.હાલના પંચાયતમંત્રી દ્વારા તા.૨૦/૧૦/૨૦૨૧ના રોજ બેઠક કરીને વીસીઇના પ્રશ્નો અને માંગણીઓ સ્વીકારીને નિરાકરણ લાવવાની બાહેધરી આપેલ હતી.

ત્યારબાદ તા.૨૭/૧૦/૨૦૨૧ના રોજ મુખ્યમંત્રી સાથે બેઠક કરાવીને પગાર – ધોરણની માંગણીનું નિરાકરણ કરવા મુખ્યમંત્રીએ સુચના આપતા સકારાત્મક બાહેધરી આપેલ હતી.

પંચાયત વિભાગ દ્વારા ૮ મહિના થવા છતાં માંગણીઓ બાબતે કોઇ અમલ નહિ થતા અને ઇગ્રામ સોસાયટી એસ.એલ.ઇ નીલકંઠ માતર દ્વારા પ્રાયવેટીકરણના મુદ્દા લાવીને ખોટી માહીતી આપીને વીસીઇની માંગણી બાબતે કોઇ ર્નિણય ના થાય તેવા પ્રયાસ થતા સમગ્ર ગુજરાતના વીસીઇનુ ભવિષ્ય અંધકારમય બનેલ છે.

મુખ્યમંત્રી અને પંચાયતમંત્રીએ માંગણીઓ સ્વીકારીને નિરાકરણ કરવાની બાહેધરી આપેલ હોવા છત્તા આજદિન સુધી કોઈ જ કાર્યવાહી આ બાબતે કરવામાં આવેલ નથી જેના કારણે આખા ગુજરાત ના વિ.સી.ઈ મંડળ ના કર્મચારીઓ ને ખુબ જ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે.

ગ્રામ પંચાયત ઇગ્રામ કોમ્પ્યુટર સાહસિક સાથે સમાન કામ સમાન વેંતન, લઘુતમ વેતનનો ભંગ થતો હોવાથી કમિશન પ્રથા બંધ કરાવી ફિક્સ વેતનથી નિમણુંક અપાવી સરકારી કર્મચારીનો દરજ્જાે આપવા વિનંતી કરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.