Western Times News

Gujarati News

૨૦ થી વધુ ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર ત્રણ ઇસમો ઝડપાયા

(પ્રતિનિધિ) નડીયાદ, પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી જીલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા સારું કરેલ સુચનાની અમલવારીના ભાગરૂપે ગત તા . ૧૬ / ૦૫ / ૨૦૨૨ ના રોજ એ.વી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓએ આપેલ સુચનાની અમલવારીના ભાગરૂપે એલ.સી.બી. સ્ટાફના હે.કો.કનકસિંહ નાઓને મળેલ બાતમી આધારે પેટ્રોલીંગ દરમ્યાન લીંબાસી ગામમાંથી શંકાસ્પદ હાલતમાં ત્રણ ઇસમો ( ૧ ) મહેશભાઇ ઉર્ફે જાડીયો રમણભાઇ ચુનારા ઉ.વ .૩૨ રહે , મટોડા , વાલીયાપુરા વાસ , તા ઃ સાણંદ જી.અમદાવાદ ( ૨ ) કિરણ રતીલાલ ચુનારા વાધરી ઉવ .૨૬ રહે , મટોડા , મોટાવાસ , તા ઃ સાણંદ જી.અમદાવાદ તથા ( ૩ ) પ્રકાશ ઉર્ફે પકો રતીલાલ ચુનારા વાધરી ઉવ .૨૧ રહે , મટોડા , મોટાવાસ , તા ઃ સાણંદ જી.અમદાવાદ નાઓને પોતાના કબ્જા ભોગવટાની કાર મહેન્દ્રા કેયુવી .૧૦૦ નંબર જીજે – ૦૧ એચયુ .૭૪૨૧ કિં.રૂ .૧,૦૦,૦૦૦ / – માંથી મળી આવેલ ગણેશીયુ જેની આશરે કિં.રૂ .૧૦૦ / – તથા પક્કડની કિં.રૂ .૫૦ / – તથા એક ડીસમીસ કિં.રૂ .૫૦ / – તથા ત્રણેય ઇસમો પાસેથી મળી આવેલ ચાર મોબાઇલ ફોન કિં.રૂ .૨૦,૦૦૦ / – તથા રોકડા રૂ .૭૦૦ / – મળી કુલ્લે કિં.રૂ .૧,૨૦,૯૦૦ / – ના બીલ તથા આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવી ગલ્લા તલ્લા કરતા હોઇ અને કોઇ સંતોષ કારક જવાબ આપતા ન હોઇ જેથી સદરહું મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ -૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી ત્રણેય ઇસમોને સી.આર.પી.સી. કલમ ૪૧- ( ૧ ) -ડી મુજબ અટક કરેલ છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.