Western Times News

Gujarati News

શીના બોરા હત્યાકાંડ મામલે ઈન્દ્રાણી મુખર્જી થઈ મુક્ત

મુંબઈ, શીના બોરા હત્યાકાંડ મામલાની મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખર્જીને શુક્રવારે મુંબઈની ભાખલા જેલમાંથી મુક્ત કરી દેવાઈ. જેલમાંથી મુક્ત થયા પછી ઈન્દ્રાણી મુખર્જીએ કહ્યું કે, હાલ તો ઘરે જઈ રહી છું.

આગળની કોઈ યોજના નથી, માત્ર ઘરે જવું છે. એક દિવસ પહેલા જ મુંબઈ સ્થિત સીબીઆઈની એક વિશેષ કોર્ટે દીકરી શીના બોરાની હત્યાના મામલાની મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખર્જીને બે લાખ રૂપિયાના બોન્ડ પર જમીન પર મુક્ત કરવાની મંજૂરી આપી દીધી હતી. તે પછી શુક્રવારે ઈન્દ્રાણી મુખર્જી જેલમાંથી બહાર આવી ગઈ.

હકીકતમાં, સુપ્રીમ કોર્ટે ઈન્દ્રાણી મુખર્જીના જામીન બુધવારે મંજૂર કર્યા હતા અને નીચલી કોર્ટને તેના જામીન સંબંધી શરતો નક્કી કરવાનો નિર્દેશ આપ્યો હતો. શીના બોરાની હત્યાના મામલે સાડા છ વર્ષ પહેલા ઈન્દ્રાણીની ધરપકડ કરાઈ હતી. તે ઓગસ્ટ ૨૦૧૫માં ધરપકડ બાદથી મુંબઈની ભાયખલા મહિલા જેલમાં બંધ હતી.

સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટના જજ વી સી બર્દેએ મુખર્જીને બે સપ્તાહની અંદર જામીનદાર લાવવાનો ગુરુવારે આદેશ આપ્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, આ દરમિયાન તે જામીનના રૂપિયા જમા કરાવે તેને મુક્ત કરવામાં આવી શકે છે.
જજે પોતાના આદેશમાં કહ્યું હતું કે, મુખર્જીએ પોતાનો પાસપોર્ટ કોર્ટને સોંપવાનો રહેશે અને તે કોર્ટની મંજૂરી વિના ભારતની બહાર નહીં

જઈ શકે. કોર્ટે મુખર્જીને આ કેસમાં કોઈ સાક્ષીનો સંપર્ક ન કરવા અને પુરુવા સાથે છેડછાડ ન કરવાનો પણ નિર્દેશ આપ્યો. કોર્ટે કહ્યું કે, મુખર્જીને સુનાવણીમાં સામેલ થવું પડશે. મુંબઈ પોલીસે મુખર્જીની એપ્રિલ ૨૦૧૨માં પોતાની દીકરી શીના બોરાની હત્યા કરવાના આરોપમાં ૨૦૧૫માં ધરપકડ કરી હતી. મુખર્જીની ધરપકડ બાદ કેસની તપાસ સીબીઆઈને સોંપી દેવાઈ હતી.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.