Western Times News

Gujarati News

દહાણુ રોડ નજીક મોટા ટ્રાફિક બ્લોકને કારણે અમદાવાદથી પસાર થતી અનેક ટ્રેનોને અસર થશે

Ahmedabad Western Railway Division surpasses Rs 1800 crore revenue in 82 days

પ્રતિકાત્મક

બ્રિજ નંબર 166 અને 169 પર કાયમી ડાયવર્ઝનનું કામ હાથ ધરવા માટે 22મી મે, 2022ના રોજ વાણગાંવ અને દહાણુ રોડ સ્ટેશનો વચ્ચે એક મોટો ટ્રાફિક બ્લોક લેવામાં આવશે, જેના કારણે અમદાવાદથી પસાર થતી ઘણી ટ્રેનોનું નિયમન , શોર્ટ ટર્મિનેટ /આંશિક રીતે  રદ કરવામાં આવશે, જ્યારે કેટલીક ટ્રેનોને મુસાફરોની સુવિધા માટે વધારાના સ્ટોપેજ આપવામાં આવશે.આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

22મી મે, 2022ના રોજ આંશિક રીતે રદ કરાયેલ અને શોર્ટ ટર્મિનેટ કરાયેલી ટ્રેનો

1.  ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ – જોધપુર સૂર્ય નગરી એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસ અને સુરત વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને સુરતથી ઉપડશે.

2.  ટ્રેન નંબર 12933 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ અને વલસાડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને વલસાડથી ઉપડશે.

3.  ટ્રેન નંબર 12490 દાદર-બીકાનેર એક્સપ્રેસ દાદર અને વાપી વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને વાપીથી ઉપડશે.

4.  ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ તેજસ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ અને વાપી વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને વાપીથી ઉપડશે.

5.  ટ્રેન નંબર 22955 બાંદ્રા ટર્મિનસ – ભુજ કચ્છ એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસ અને વલસાડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને વલસાડથી ઉપડશે.

6.  ટ્રેન નંબર 20907 દાદર – ભુજ એક્સપ્રેસ દાદર અને બીલીમોરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને બીલીમોરાથી ઉપડશે.

7.  ટ્રેન નંબર 12479 જોધપુર – બાંદ્રા ટર્મિનસ સૂર્ય નગરી એક્સપ્રેસ 21મી મે, 2022ના રોજ ઉપડતી સુરત ખાતે  શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને તેથી સુરત અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

8.  ટ્રેન નંબર 12934 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ વલસાડ ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને તેથી વલસાડ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

9.  21મી મે, 2022ના રોજ ઉપડનારી ટ્રેન નંબર 12489 બિકાનેર – દાદર એક્સપ્રેસ વાપી ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને તેથી વાપી અને દાદર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

10. ટ્રેન નંબર 82902 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ વાપી ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને તેથી વાપી અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

11. ટ્રેન નં. 22956 ભુજ – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 21મી મે, 2022ના રોજ ઉપડશે તે વલસાડ ખાતે શોર્ટ ટર્મિનેટ થશે અને તેથી વલસાડ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

12. ટ્રેન નંબર 20908 ભુજ – દાદર એક્સપ્રેસ 21મી મે, 2022ના રોજ બીલીમોરા ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને તેથી બીલીમોરા અને દાદર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

22મી મે, 2022ના રોજ રેગ્યુલેટેડ/રિશેડ્યુલ કરેલ ટ્રેનો:-

1.  ટ્રેન નંબર 22932 જેસલમેર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 21મી મે, 2022ના રોજ ઉપડનારી 3 કલાક માટે રીશેડ્યુલ કરવામાં આવી છે અને હવે તે 22.00 કલાકે ઉપડશે.

2.  ટ્રેન નંબર 22954 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ 2 કલાક 30 મિનિટ  રેગ્યુલેટ કરવામાં આવશે.

3.  ટ્રેન નંબર 16613 રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ 1 કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

4.  ટ્રેન નંબર 19016 પોરબંદર – મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 1 કલાક 30 મિનિટ રેગ્યુલેટ થશે.

5.  ટ્રેન નંબર 09038 બાડમેર – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 2 કલાક 15 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

6.  ટ્રેન નંબર 22990 મહુવા – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 1 કલાક 40 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

7.  ટ્રેન નંબર 19578 જામનગર – તિરુનેલવેલી એક્સપ્રેસ 1 કલાક 50 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

8.  ટ્રેન નંબર 22966 ભગત કી કોઠી – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ 2 કલાક 20 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

22મી મે,2022ના રોજ દહાણુ રોડ અને વાણગાંવ સ્ટેશન પર વધારાના સ્ટોપેજ સાથે ની ટ્રેનો

1.  ટ્રેન નંબર 22990 મહુવા – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ.

2.  ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ.

3.  ટ્રેન નંબર 22966 ભગત કી કોઠી – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.