Western Times News

Gujarati News

ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ

1 જુનથી કંટ્રોલ કાર્યવાહી શરૂ કરવા તથા 15 જુનથી તાલુકાઓમાં મોક ડ્રીલ શરૂ કરવા આદેશ પ્રી – મોન્સુન કામગીરી અંગે આયોજન , ડિટેલીંગ , અને યોગ્ય રિપોર્ટીંગ કરવા કલેક્ટર ઈન ચાર્જ  મેહુલભાઈ દવેનો અનુરોધ આગામી ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ઈન ચાર્જ અને ડી.ડી.ઓ  મેહુલભાઈ દવેના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા નિવાસી અધિક કલેકટર બી . એસ . પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રી – મોન્સુન કામગીરીની સમિક્ષા બેઠક યોજાઇ હતી . અધ્યક્ષસ્થાનેથી ઈનચાર્જ કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને પ્રોએકટીવ રહી તમામ કામગીરીનું સ્વમુલ્યાંકન કરી યોગ્ય આયોજન , ડિટેલીંગ , અને યોગ્ય રિપોર્ટીંગ કરવા તાકીદ કરી હતી .

વધુમાં તેમણે તાલુકાવાર પ્રિ – મોન્સુન પ્લાન બનાવવા અંગે , જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરવા , બચાવ કામગીરીના સાધનોને અપડેટ કરવા , નિચાણવાળા અને પુર અસરગ્રસ્ત ગામોની યાદી બનાવી જે – તે વિસ્તારના લોકોને માહિતગાર કરવા સુચનો કર્યા હતા . આ ઉપરાંત પી.એચ.સી , સી.એ.ચસી તથા સ્થળાંતર કરવા માટે નક્કિ કરેલા સ્થળો ઉપર વીજ પુરવઠો ન ખોરવાય તથા ટેલીફોનીક સુવિધાઓ ન ખોરવાય તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું . સ્થળાંતર માટે નક્કિ કરેલા વાહન વ્યવસ્થા તથા ડ્રાઈવરોની યાદી તૈયાર રાખવા જણાવ્યું હતું .

આ સાથે નમી ગયેલા ઝાડ , વિજળીના થાંભલા , તાર , જર્જરીત મકાનો , હોર્ડીંગને તાત્કાલીક દુર કરી નદી , નાળા , ખુલ્લી ગટરોને કચરા રહીત કરવા સંબંધિત અધિકારીઓને સુચનો કર્યા હતા . અનાજ પુરવઠો સુરક્ષિત રહે અને અગાઉથી જે – તે સ્થળે પહોચે તે જોવા ખાસ જણાવ્યું હતું . ચોમાસા દરમિયાન રોગચાળો ન ફેલાય તે માટે ફોગીંગ અને જંતુ નાશકોનો સ્પ્રે કરવા , તથા ચોમાસા દરમિયાન જરૂરી દવાઓ , ઇન્જેક્શન કે વેક્સીનનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોય તે જોવા સંબંધિત અધિકારીને સુચનો કર્યા હતા .

આ ઉપરાંત જિલ્લા આરોગ્ય શાખાને કન્ટ્રોલરૂમ , ઈમરજન્સી સેવાઓ તથા ખાસ કરી સગર્ભા મહિલાઓની અલગ યાદી બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું . ખાસ કરીને તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ જરૂરી લોકોના અપડેટેડ નામ – નંબરોની યાદી હાથ વગા રાખવા સુચનો આપ્યા હતા . અંતે તેમણે 1 જુનથી કંટ્રોલ કાર્યવાહી શરૂ કરવા તથા 15 જુનથી તાલુકાઓમાં મોકડ્રીલ યોગ્ય રીતે શરૂ કરવા તમામ અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી . બેઠકમાં કલેક્ટર ઈન ચાર્જ અને ડી.ડી.ઓ  મેહુલભાઈ દવે , નિવાસી અધિક કલેકટર બી . એસ . પટેલ સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા .

તસવીર સાજીદ સૈયદ

નડીયાદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.