Western Times News

Gujarati News

આસામમાં પૂરથી લાખો લોકો પ્રભાવિત, ૧૪નાં મોત થયા

નવી દિલ્હી, આસામમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે,જેના કારણે અત્યાર સુધીમાં લાખો લોકો તેનાથી પ્રભાવિત થયા છે. હાલ ત્યાંની સ્થિતિ એવી થઇ ગઇ છે, કે લોકો રેલગાડીના પાટા પર પોતાનુ જીવન વિતાવવા મજબૂર બન્યા છે. અસમના ૨૯ જીલ્લાઓમાં ૭.૧૨ લાખ લોકો આ પુરનો પ્રકોપ ઝેલી રહ્યાં છે. જેના કારણે લોકોનુ જીવન પણ અસ્તવ્યસ્થ થઇ ગયુ છે.

એક રિપોર્ટ પ્રમાણે અસમ રાજ્યમાં આવેલ આ કુદરતી આફતના કારણે અત્યાર સુધી કુલ ૧૪ લોકો જીવ ગુમાવી ચૂક્યાં છે. આસામના નગાંવમાં ૩.૩૬ લાખથી વધુ, કછારમાં ૧.૬૬ લાખ, હોજઇમાં ૧.૧૧ લાખ અને દરાંગમાં ૫૨,૭૦૯ લોકો પ્રભાવિત થયા છે. ૨૦ મે ના રોજ કછાર,લખીમપુર અને નગાંવ જીલ્લામાં પુરના કારણે ડૂબવાથી ૨ બાળકો સહિત ૪ લોકોના મોત થઇ ગયા છે. અસમમમાં પુરના કારણે

ભૂસ્ખલન થવાથી ૯ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યાં છે.ખેડુતને સૌથી વધુ નુકશાન થયું છે આ પુરના કારણે ૮૦,૦૩૬.૯૦ હેક્ટર ખેતીની જમીનને નુકશાન થયુ છે, તો અસમમાં ૨૨૫૧ ગામડાઓ અત્યારે પણ જળમગ્ન છે.

આસામમાં આવેલા આ કુદરતી પ્રકોપે અસમના જમુનામુખ જીલ્લાંના ૨ ગામ પૂરી રીતે પાણીમાં સમાઇ ગયા છે. અહીં ફક્ત રેલના પાટા જ પુરના પ્રકોપથી બચેલા છે. અહીં ચંગજુરાઇ નામનુ ગામ અને પટિયા પાથર ગામના લોકો ૬ દિવસ પહેલા પુરના પાણીમાં સમાઇ ગયા છે, જેથી ગામના લોકોએ પોતાને બચાવવ માટે રેલવેના પાટાનો ઉપયોગ કરી રહ્યાં છે. અહીં સરકારની કોઇ મદદ લોકોને મળી નથી.

આસામના પુરમાં ફસાયેલા લોકોની મદદે વાયુસેના ૧૫ મે ના રોજ સતત કામ કરી રહી છે. ૧૫ મેના રોજ વાયુસેના એણઆઈ-૧૭ હેલિકોપ્ટરની ડિટોકચેરા રેલવે સ્ટેસન પર ફસાયેલા ૧૧૯ યાત્રિઓને નિકાળવામાં આવ્યા છે. આઈએએફ પુરથી પ્રભાવિત થયેલા વિસ્તારોમાં જરુરી સેવા પ્રદાન કરવામાં આવી રહી છે.

૫૪ નાગરિકોને એએન-૩૨ અને એમઆઈ ૧૭ હેલિકોપ્ટર, ચિનુક હેલિકોપ્ટર અને એક એએલએચ ધ્રુવને સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા હતા.
આઈએએફ ને પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહચ બચાવ કાર્ય માટે ૨૦ એનડીઆરએફ કર્મચારિઓને સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે.ભારતીય સેના પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં લોકોની મદદ માટે એનડીઆરએફ અને અસમ સરકાર સાથે મળીને કામ કરી રહી છે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.