Western Times News

Gujarati News

દિલ્હી-એનસીઆરમાં વરસાદ, અનેક ફ્લાઈટ ડાયવર્ટ કરવી પડી

નવી દિલ્હી, દિલ્હી એનસીઆરમાં કાળઝાળ ગરમી વચ્ચે શુક્રવારે અનેક વિસ્તારમાં વરસાદથી રાહત મળી હતી જ્યારે ખરાબ હવામાનને કારણે અનેક ફ્લાઈટ્‌સ ડાયવર્ટ કરવી પડી હતી. મળતી માહિતી પ્રમાણે, ખરાબ હવામાનને કારણે ડાયવર્ટ થનાર ૧૧ વિમાનોમાંથી રક્ષામંત્રી રાજનાથ સિંહના વિમાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, રાજધાની દિલ્હીમાં શુક્રવારે સાંજે વાદળોના ગડગડાટ વચ્ચે વરસાદે દસ્તક આપી હતી. ગુરૂગ્રામ અને નોઈડાના અનેક વિસ્તારોમાં વરસાદે વાતાવરણ પહેલેથી જ ખુશનુમા બનાવી દીધું હતું.

વરસાદને કારણે તાપમાનમાં પણ તીવ્ર ઘટાડો જાેવા મળ્યો છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાન ૪૫-૪૬ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. જેના કારણે ગરમીની સાથે ભેજના વાતાવણથી લોકોનું જનજીવન મુશ્કેલ બન્યું છે.

નોઈડામાં પણ શુક્રવારે સાંજે વરસાદ પડવાથી અનેક ભાગોમાં ગરમીથી લોકોને રાહત મળી છે. રાજધાનીમાં શુક્રવારની સવારે ભયંકર ગરમી હતી અને લઘુત્તમ તાપમાન ૨૮.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતાં ૨ ડિગ્રી વધુ હતું.

ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) દ્વારા આ માહિતી આપવામાં આવી છે. હવામાન વિભાગે અગાઉથી વાદળછાયું આકાશ સાથે વીજળીના ચમકારાની સંભાવના વ્યક્ત કરી હતી. સફદરજંગ વેધશાળામાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે પરંતુ મોડી સાંજે વરસાદના કારણે તાપમાનમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો.

દિલ્હીમાં ગત સપ્તાહે કેટલાક વિસ્તારોમાં તાપમાન ૪૯ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. દિલ્હીમાં તીવ્ર ગરમી વચ્ચે ગુરૂવારે રાત્રે ૧૧ઃ૨૪ વાગ્યે વીજળીની મહત્તમ માંગ રેકોર્ડ ૭૦૭૦ મેગાવોટ પર પહોંચી ગઈ હતી. વીજળી વિતરણ કંપનીના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, દિલ્હીના ઈતિહાસમાં આ માત્ર ચોથું વર્ષ છએ જ્યારે મહત્તમ વીજ માંગ ૭૦૦૦ મેગાવોટ વટાવી ગઈ છે.

શુક્રવારે દિલ્હીમાં દિવસ દરમિયાન વીજળીની મહત્તમ માંગ ૬૯૪૩ મેગાવોટ નોંધાઈ હતી. રાજધાનીમાં મહત્તમ વીજ માંગ ૧૦ જુલાઈ ૨૦૧૮ના રોજ પહેલી વખત ૭૦૦૦ મેગાવોટના આંકને વટાવીને ૭,૦૧૬ મેગાવોટ સુધી પહોંચી ગઈ છે.

જાેકે, મે મહિનામાં દિલ્હીના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવનાઓ જાેવા મળી રહી છે. વરસાદથી સાથે દિલ્હીમાં વાયુ પ્રદુષણની સ્થિતીમાં સુધારો જાેવા મળશે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.