Western Times News

Gujarati News

આઈપીએલ ક્રિકેટ મેચ પર મોબાઈલમાં સટ્ટો રમતા ઈસમોને ઝડપી પાડતી વેડચ પોલીસ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટિલની પ્રોહી જુગાર અંગે પરિણામલક્ષી કાર્યવાહી કરવા આપેલ સુચના તથા ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જંબુસરના માર્ગદર્શન હેઠળ આઈપીએલ ૨૦૨૨ ટી ૨૦-૨૦ ક્રિકેટ મેચ પર કાલથી સટ્ટાની પ્રવૃત્તિ પર વોચ રાખી કાયદેસની કાર્યવાહી કરવા સુચના અનુસંધાને ગતરોજ જે ડેટ્‌સ પીએસઆઈ બી આર પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન પીએસઆઈને મળેલ બાતમી આધારે અલગ અલગ ટીમ બનાવી બાતમીવાળી જગ્યાએથી કારેલી ગામે કોઠા વગા વિસ્તારમાં પ્રકાશભાઈ ચંદુભાઈ પરમાર,નરેશભાઈ રમેશભાઈ પરમાર, કારેલી પંચવટી ફળિયાના નિકુલકુમાર હરમાનભાઈ પરમાર,કારેલી આથમણા ભાગના દશરથભાઈ દલસુખભાઈ પઢિયાર ,ચિરાગભાઈ રણજીતભાઈ પરમાર,વેડચ જયેશભાઈ ઠાકોરભાઈ જાદવનાઓને ટાટા આઈપીએલની વીસ ઓવરની મેચ પર મોબાઈલમાં ગ્રુપ બનાવી તે ગ્રુપ આધારે ખેલાડીની પસંદગી કરી રનફેર સેશનમાં ટીમની હારજીતના સોદા ઉપર જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા સદર આરોપીઓને બાતમીવાળી જગ્યાએથી પકડી પાડેલ અને તેઓના મોબાઈલ તપાસતાં મોબાઈલમાં વોટ્‌સઅપ ગ્રુપ બનાવી તેમાં એક ચાર્ટ આધારે ખેલાડીની વિગત મૂકી ગ્રુપના સભ્યો દ્વારા ક્રિકેટ મેચ ઉપર રમાતા સટ્ટાના ૧૦૦ તથા ૨૦૦૩ લેખે ચૂકવવામાં આવતા પૈસા ફોનપે એપ્લિકેશન મારફતે પોતાના એકાઉન્ટમાં જમા કરાવતા હતા જેઓના કુલ છ મોબાઈલ કિંમત રૂ ૪૪,૦૦૦ ના મુદ્દામાલ કબ્જે કરી છ ગુના રજિસ્ટર કરી વેડચ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.