Western Times News

Gujarati News

કડાણાના ગામે જાન લઈ ને હોડીઓ માં બેસી ને જતા વરરાજા 

આ ગામમાં વર્ષોથી લગ્ન પ્રસંગોમાંને અન્ય પ્રસંગો માં નાવડી કે હોડીમાં  આવવા જવાની પ્રથા નથી પણ અવરજવર માટેની પુલની સુવિધાા ના હોઈ રાઠડા બેટ ગામમાં પહોંચવા માત્ર એક વિકલ્પ પાણીનો રસ્તો હોય જ્યાં હોડી મારફતે પહોચી શકાય છે . મહીસાગર જીલ્લાના કડાણા જળાશય વચ્ચે આવેલ રાઠડા બેટ ગામમાં વર્ષોથી ગામલોકો ને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા કે અન્ય કોઈ પણ કામ માટે ગામ બહાર આવવા જવા માટે માત્ર એક વિકલ્પ હોડી (નાવડી) નો સહારો લેવો પડે છે ત્યારે હાલ લગ્ન પ્રસંગો ચાલી રહ્યા છે.

ત્યારે આ ગામમાં 21 મે ના રોજ ખાનપુર તાલુકા ના મેડા ના મુવાડા ગામ ના મહેશ ભાઈ પોતાની જાન લઈ ને રાઠડા બેટ ગામે પરણવા ગયા હતા ત્યારે ત્યાં નદી પાર કરી ને જવા માટે એક માત્ર નાવડા નો જ સહારો લેવો પડે આ સ્થિતિમાં  તેઓ  જાનૈયા માટે 15 જેટલી નાવડી.હોડી ની વ્યવસ્થા કરી જાન લઈ ને રાઠડાબેટ ગામે પહોંચ્યા હતા જ્યાં લગ્ન બાદ નવદંપતી અને જાનૈયાઓ ત્યાં થી પાછા પણ નાવડા મારફતે જ પરત ફરેલ  હતા. કડાણા જળાશય ના ચારેકોર પાણીથી ઘેરાયેલા રાઠડા બેટ ગામ સુધી પહોંચવા માત્ર પાણીનો માર્ગ છે.

ત્યાં અવાર જવાર કરવા માટે એક માત્ર નાવડી,હોડી  નો સહારો લેવો પડે છે. ત્યારે ત્યાં જાન લઇ ને ગયેલા વરરાજા નો નાવડા બેસી ને ગયા તે વીડિયો સોશિયલ મીડિયા માં  વાયરલ થયો હતો. મહી નદીના વચ્ચે આવેલ રાઠડા બેટ ગામે અંદાજીત 225 થી વધુ મકાન આવેલ છે. અને 1000 થી વધુ લોકો ત્યાં વસવાટ કરી રહ્યા છે કોઈ પણ તહેવાર પ્રસંગ કે ઉત્સવ માં કે મરણ પ્રસંગ માં અવર જવર કરવા લોકો ને એક માત્ર નાવડા કે હોડીનો જ સહારો લેવો પડતો હોય છે.

અહીંયા જીલ્લા પંચાયત હસ્તક ની પ્રાથમિક શાળા છે.  બાળકોનેઆગળ શિક્ષણ માટે ને  ઉચ્ચ શિક્ષણ માટે ડિટવાસ કે મુનપુર કોલેજ સુધી અભ્યાસ કરવા સારું   હોડીમાં બેસીનેપાણીના માગેઁ  જીવ ના જોખમે અવર જવર કરવી પડે છે. ત્યારે તેઓ ને ચોમાસા ના દિવસોમાં નદીમાં પાણી વધતા  દિવસો ના દિવસો  સુધી ભણતર થી વંચિત રહેવું પડતું  હોય છે.  અને અન્ય ગામોથી સંપર્ક વિહોણા પણ થઈ જતા હોય છે.રાઠડાબેટ ગામે વસવાટ કરતાં ગરીબ આદિવાસી ગ્રામજનો ની વરસો ના વરસો ની અવર જવર કરવા માટે ની પુલ ની માંગ આજદિન સુધી નહીં સંતોષાતા ગ્રામજનો માં ભારે નારાજગી જોવા મળે છે.

ત્યારે રાજય સરકાર ને માગઁ ને મકાન વિભાગ દ્વારા રાઠડા થી રાઠડાબેટ અવરજવર કરવા માટે આ નદી પર પુલ ની વ્યવસ્થા ઊભી કરવાં માનવતા ના ધોરણે જરુરી કાયઁવાહી કરાય તેવી માંગ ઉઠી છે .જેથી આ રાઠડાબેટ ના ગ્રામજનો ને મહીલાઓ ને વિદ્યાર્થી ઓ ને અને આવનારી  પેઢીના લોકો ને અવરજવર માટે ની આ સમસ્યાનો સામનો ન કરવો પડે ને પુલ ની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે તંત્ર દ્વારા જરુરી કાયઁવાહી કરાય તેવી માંગ ઉઠી છે .

સંતરામપુર

ઈન્દ્રવદન વ પરીખ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.