Western Times News

Gujarati News

ઘીમાં બનાવેલું ભોજન કરી શકે છે બીમાર: નિષ્ણાત

નવી દિલ્હી, ભારતમાં લગભગ બધા જ ઘરમાં ઘી ખાવામાં આવે છે. તેના આયુર્વેદિક ગુણોને કારણે તેનો ઉપયોગ ઉઘરસ, ટીબી, નબળાઇ અને પાચન વગેરે જેવી બીમારીની સારવાર માટે પણ કરવામાં આવે છે. બધા જ તૈલીય પદાર્થોમાં ઘી સૌથી શ્રેષ્ઠ છે તેવું જણાવવામાં આવ્યું છે. આ જ કારણો લોકો ઘી પીવાની સાથે સાથે કેટલાક વ્યંજનો બનાવવામાં પણ તેનો ઉપયોગ કરે છે.

જાે તમે પણ ઘીમાં ભોજન બનાવતા હોવ તો ન્યૂટ્રીશનિસ્ટ તેના વિશે શું કહે છે તે જાણી લો. Gut Health નિષ્ણાત અને ન્યૂટ્રીશનિસ્ટ અવંતી દેશપાંડેએ તેમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે તેમાં જણાવ્યું છે કે શરીર માટે જરૃરી ફેટ માટે જાે તમે ઘીમાં ભોજન બનાવતા હોવ તો તે તમારા માટે નુકશાનકારક છે.

ભોજન બનાવવા માટે ઘીનો ઉપયોગ ન કરવો જાેઇએ. રોટલી કે ભાત સાથે અલગથી ઘી લઇને ખાવું તે વધારે સ્વાસ્થ્યપ્રદ છે. તેમણે સલાહ આપી છે કે એક ન્યુટ્રિશનિસ્ટ તરીકે, મને લાગે છે કે વધુ સારા સ્વાસ્થ્ય લાભો માટે આહારમાં ઘી સાથે કોલ્ડ પ્રેસ્ડ વેજિટેબલ ઓઇલના મિશ્રણનો ઉપયોગ કરવો એ શ્રેષ્ઠ છે. અવંતી જણાવે છે કે ઘી અને માખણમાં સેચ્યુરેટેડ ફેટ જાેવા મળે છે.

બીજી તરફ મગફળી, તલ અથવા રાઇ જેવા રસોઇ બનાવાના તેલમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડનો મોટો ભાગ હોય છે, જ્યારે કુસુમના બીજનું તેલ અને સૂર્યમુખી તેલ પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડથી સમૃદ્ધ હોય છે. જે શરીર માટે ફાયદાકારક છે.

જ્યારે શરીરમાં સેચ્યુરેટેડ ચરબીની વધુ માત્રા ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. સેચ્યુરેટેડ ફેટ શરીરમાં ખરાબ અથવા એલડીએલ કોલેસ્ટ્રોલની માત્રા વધારીને શરીર પર ખરાબ અસર કરે છે. શરીરને ફિટ રાખવા માટે અનસેચ્યુરેટેડ ફેટ વાળું ભોજન લેવું જાેઇએ.

તેમાં રહેલા એલડીએલમાં કોલેસ્ટ્રોલની માત્રાને ઘટાડવાના ગુણ હોય છે. અનસેચ્યુરેટેડ ફેટ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૃપ થાય છે. ન્યૂટ્રીશનિસ્ટ ઘી અલગથી ખાવાની સલાહ આપે છે. તે જણાવે છે કે ઘીનો સ્વાસ્થ્યપ્રદ રીતે ઉપયોગ કરવા માટે તમે તેને રોટલી પર લગાવી શકો છો, તેને ભાત અને દાળમાં અલગથી લઈ શકો છો. આ સિવાય તમે અન્ય ખાદ્યતેલ સાથે ઘી મિક્સ કરીને ભોજન બનાવી શકો છો.

વાસ્તવમાં, ઘીમાં જાેવા મળતી સેચ્યુરેટેડ ફેટ સાથે ખાદ્ય તેલમાં રહેલા મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્‌સ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્‌સનું યોગ્ય લેવલ હૃદય માટે સારું છે. WHO દ્વારા SFA:MUFA:PUFA ૧ઃ૧.૫ઃ૧ તરીકે આ અનુપાત આપવામાં આવ્યો છે.

અવંતી આ સાથે સવારે ખાલી પેટે ઘી પીવાની સલાહ પણ આપે છે. નિયમિત રૃપથી સવારે ખાલી પેટે ઘી પીવાથી પાચન તંત્ર સ્વસ્થ અને મજબૂત બને છે. આના રેગ્યુલર સેવનથી કબજીયાત અને ઝાડાની સમસ્યામાં પણ મદદ મળે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.