Western Times News

Gujarati News

વડોદરા-મુંબઈ એકસપ્રેસ વે-બુલેટ ટ્રેનમાં યોગ્ય વળતર મળે તેવી ખેડૂતોની માંગ

ભરૂચ જીલ્લાના ખેડૂતોમા જમીન સંપાદનના વળતરના મુદ્દે નારાજગી : ભાડભૂત બેરેક યોજના

(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ભરૂચ જીલ્લા ખેડૂત સમન્વય સમિતિના ખેડૂત આગેવાનો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.કલેકટરને પાઠવેલ આવેદનપત્રમા જણાવ્યા અનુસાર સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓ વડોદરા – મુંબઈ એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેન,ભાડભૂત બેરેજ યોજનાઓમાં જમીનો સંપાદિત કરવામાં આવી છે.

આ યોજના પ્રમાણે દક્ષિણ ગુજરાતના સુરત,નવસારી અને વલસાડમાં બુલેટ ટ્રેન અને વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીનસંપાદન અધિનિયમ ૨૧૦૩ ની કલમ ૨૬(૨) મુજબ વળતર ચુકવાયું છે

ત્યાર બાદ જ ખેડૂતોને જમીનનો કબ્જો સુપ્રત કર્યો છે.જે યોજના પ્રમાણે ભરૂચ જીલ્લાના ખેડૂતોને દક્ષિણ ગુજરાતના ખેડૂતો જેટલું વળતર ન આપી આશ્વાસન જ આપવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે

અને જો વહેલી તકે વળતર નહિ ચૂકવાય તો જે રીતે માંગરોળ તાલુકાના ખેડૂતોએ કામગીરી અટકાવી તે જ રીતે કામગીરી અટકાવવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે અને જમીન સંપાદનના એવોર્ડની હોળી કરી માંગણી સ્વીકારવા માંગ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.