Western Times News

Gujarati News

જાેધપુરનાં સોની સાથે ૨૭ લાખની છેતરપીંડી આચરનાર ત્રણ ગઠીયા મુદ્દામાલ સાથે જબ્બે

અમદાવાદ : જાેધપુરમાં સોના ચાદીના વેપારી પાસે સોની તરીકેની ઓળખાણ આપીને ઓર્ડર દ્વારા ઘરેણા બનાવડાવી એ તપાસ કરવાના બહાને ત્રણ આરોપીઓએ કેટલાંક દિવસ અગાઉ રૂપિયા સત્તાવીસ લાખની છેતરપીડી આચરી હતી ગભરાઈ ગયેલાં વેપારી પોતાની ફરીયાદ લઈને સેટેલાઈટ પોલીસ સ્ટેશનને પહોચ્યા હતા. જે અંગે તુરત કાર્યવાહી કરતાં પોલીસે ત્રણે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

ત્રણમાંથી બે ગઠીયાઓ પુરેપુરી ગોઠવણ કરીને કેટલાંક અગાઉ જાધપુર જીલ્લામાં ઘોડીચોકમાં આવેલા મહાકૃપા માર્કેટ ખાતે પહોચ્યા હતા પ્રકાશ અને મહાવીર નામના આરોપીઓએ પોતે અમદાવાદમાં સોનીની દુકાન ધરાવતા હોવાનુ જણાવીને એક ભાઈ સાથે ઓળખાણ કરી હતી.

બાદમાં વ્હોટસએપ દ્વારા ઘરેણાની ડિઝાઈનો મોકલી તે બનાવવાનો ઓર્ડર આપ્યો હતો ઓર્ડર બની જતા તેને અમદાવાદ શિવરંજની ચાર રસ્તા નજીક આવેલી સિબિકોન વેલીની ૧૨નંબરની એક દુકાનમાં બોલાવ્યા હતા.

રૂપિયા ૨૭ લાખના દાગીના એક કરાવવાના બહાને પ્રકાશ ઉર્ફે રાજુ સોની અને મહાવીર જૈન રફુચક્કર થઈ ગયા હતા જ્યારે દુકાનમાં નોકર તરીકે કામ કરતો શખ્શ પણ ચા નાસ્તો લેવાનો બહાને ભાગી ગયો હતો રાહ જાતા  શંકા જતા તેમણે તપાસ ચલાવી હતી.

જેમા ત્રણ ગઠીયાઓ એ જ દિવસે દુકાન ભાડે લીધી હોવાનુ ખુલ્યુ હતુ જાધપુરમાં વેપારીઅઆ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી જેથી નવા આવેલાં પીઆઈ પીડી દરજીએ તુરત જ કાર્યવાહી કરતા ત્રણેય આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

આ અંગે વાત કરતા પીઆઈ પીડી દરજીએ વધુમાં જણાવ્યુ હતુ કે ત્રણેય આરોપીઓ ઝડપી લેવાયા છે ઉપરાંત મોટા જથ્થામાં મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે ત્રણેય આરોપીઓ સામે અન્ય કેટલાંક પોલીસ સ્ટેશનોમા પણ છેતરપીડીના ગુના નોધાયા હોવાનું સામે આવ્યુ છે અને આવી જ એક છેતરપીડીના કેસમા તેમને ડીસા ખાતે મોકલી આપ્યા છે ત્રણેય આરોપીઓના ત્રણ દિવસના રીમાન્ડમાં મેળવાયા છે દરમિયાનમા વધુ કેટલાક ગુનાઓના ભેદ ઉકેલવાની શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.