Western Times News

Gujarati News

પીએસયુ બેન્કે સરકારને ૭૮૬૭ કરોડનું રેકોર્ડ ડિવિડન્ડ ચુકવ્યું

પ્રતિકાત્મક

નવી દિલ્હી, સરકારને જ્યારે રૂપિયાની જરૂર પડે ત્યારે સરકારી કંપનીઓનું ડિવિડન્ડ તેને ખાસ મદદરૂપ બને છે. છેલ્લા એક વર્ષમાં સરકારી માલિકીની પીએસયુબેન્કોએ સરકારને રૂ. ૭૮૬૭ કરોડનું ડિવિડન્ડ (પીએસબી ડિવિડન્ડ) જાહેર કર્યું છે જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. તે દર્શાવે છે કે સરકારી બેન્કોની નફાકારકતા વધી છે અને કેપિટલ પોઝિશન વધુ મજબૂત બની છે. સરકારી બેન્કોની નોન-પરફોર્મિંગ એસેટ્‌સમાં ઘટાડો થયો હોવાથી તે જંગી ડિવિડન્ડ ચુકવી શકી છે.

સરકારી માલિકીની કુલ ૧૨ બેન્કો છે તેમાંથી નવ બેન્કોએ માર્ચમાં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં સરકારને ડિવિડન્ડ આપ્યું છે. તેમાં એસબીઆઈસૌથી આગળ છે જેણે સરકારને રૂ. ૩૬૧૬ કરોડનું ડિવિડન્ડ ચુકવ્યું છે. ત્યાર બાદ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા એ ૧૦૮૪ કરોડનું ડિવિડન્ડ ચુકવ્યું છે.

ગયા નાણાકીય વર્ષમાં કેનેરા બેન્કદ્વારા ૭૪૨ કરોડ, બેન્ક ઓફ ઈન્ડિયાએ ૬૬૮ કરોડ, ઇન્ડિયન બેન્કે ૬૪૬ કરોડ, પંજાબ નેશનલ બેન્કે ૫૧૫ કરોડનું ડિવિડન્ડ સરકારને ચુકવ્યું હતું. અગાઉના નાણાકીય વર્ષની સાથે સરખામણી કરવામાં આવે તો ડિવિડન્ડની ચુકવણીમાં જંગી વધારો થયો છે. કારણ કે અગાઉના વર્ષમાં માત્ર એસબીઆઈ અને ઈન્ડિયન બેન્કે જ ડિવિડન્ડ આપ્યું હતું.

રેટિંગ એજન્સી ક્રિસિલના સિનિયર ડાયરેક્ટર ક્રિષ્નન સીતારામને જણાવ્યું કે ડિવિડન્ડના આંકડા દર્શાવે છે કે પબ્લિક સેક્ટરની બેન્કો માટે પરિસ્થિતિ ફરી સામાન્ય થઈ રહી છે. નાણાકીય વર્ષ ૨૦૧૬થી એનપીએ માટે મોટી જાેગવાઈઓ કરવી પડતી હતી, ત્યાર પછી સ્થિતિમાં સુધારો થયો છે. તેમણે જણાવ્યું કે તમામ સરકારી બેન્કો માટે હવે કેપિટલ એડિક્વેસીનો દર ૧૦૦ બેસિસ પોઈન્ટ ઉંચો છે.

ચાર વર્ષ અગાઉ માત્ર ૨૦ ટકા બેન્કો સારી સ્થિતિમાં હતી. છેલ્લા પાંચ વર્ષમાં આ બેસ્ટ કેપિટલ પોઝિશન છે. રેટિંગ એજન્સી ઈકરાના ગ્રૂપ હેડ કાર્તિક શ્રીનિવાસને જણાવ્યું કે પબ્લિક સેક્ટરની બેન્કો હવે બહુ સારું કેપિટલ કુશન ધરાવે છે અને તેમાં ટર્નઅરાઉન્ડ આવ્યું છે તેમ કહી શકાય.

તેઓ ટૂંકા ગાળામાં નફાકારક રહેશે અને ડિવિડન્ડ ઓફર કરશે તેમ ધારી શકાય છે. ત્રણ બેન્કોએ સરકારને કોઈ ડિવિડન્ડની જાહેરાત નથી કરી. તેમાં યુકો બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસિઝ બેન્કનો સમાવેશ થાય છે.

જાેકે, આ ત્રણેય બેન્કા નફો કરી રહી છે પરંતુ તેમની અગાઉની સંચયિત ખોટ ઉંચી છે અથવા તેમની રિઝર્વ નેગેટિવ હોવાના કારણે રેગ્યુલેશન મુજબ તે ડિવિડન્ડ જાહેર કરી શકે નહીં.SS2MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.