Western Times News

Gujarati News

મ્યુનિ. બોર્ડમાં સ્ટ્રોમ વોટર લાઈન અને તળાવોની બંદતર સ્થિતિ અંગે કોંગ્રેસની આક્રમક રજુઆત

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પ્રદુષણ, વરસાદી પાણીનો ભરાવો અને તળાવોમાં દબાણની સમસ્યા લગભગ કાયમી બની ગઈ છે. પ્રદુષણને દુર કરવા માટે મ્યુનિ. કોર્પો. દ્વારા મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવે છે પરંતુ તેમાં પણ લગભગ નિષ્ફળતા પ્રાપ્ત થઈ છે તેવી જ રીતે વરસાદી પાણીના નિકાલ માટે નાંખવામાં આવેલી સ્ટ્રોમ વોટર લાઈનો પણ નિષ્ફળ નીવડી છે.

રાજય સરકારના પરિપત્ર બાદ પણ એસવીપી હોસ્પિટલમાં મા વાત્સલ્ય કાર્ડ નો સ્વીકાર થતો નથી મ્યુનિ. બોર્ડમાં આ તમામ મુદ્દે કોંગ્રેસ પક્ષે આક્રમક રજુઆત કરી હતી.

અમદાવાદ મ્યુનિ. કોર્પો.ની માસિક સામાન્ય સભામાં વિપક્ષી નેતા સહેજાદખાન પઠાણે રજુઆત કરતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં એર પોલ્યુશન ઓછું કરવા બાબતે ટ્રી-પ્લાન્ટેશન કરવાનું આયોજન કરવામાં આવેલ હતું વર્ષ ર૦૧૮ થી ર૦રર સુધી મ્યુ. ગાર્ડન, મ્યુ. સ્કુલ, મ્યુ. મિલકતો, તથા આંગણવાડીઓમાં ટ્રી- પ્લાન્ટેશન કરવાના નામ પર કરોડો રૂા.નો ખર્ચ કરવામાં આવેલ છે પરંતુ તે આયોજનો નિષ્ફળ ગયા છે. વર્ષ ર૦૧૮થી ર૦રર સુધી જે ટ્રી પ્લાન્ટેશન કરવામાં આવેલ તેમાં ૪૦ ટકા ટ્રી પ્લાન્ટેશન નિષ્ફળ ગયેલ છે.

શહેરમાં સ્ટ્રોંમ વોટર લાઈનનું ૯પ૦ કી.મીનું નેટવર્ક છે જેમાં ૩૦ટકા પશ્ચિમ વિસ્તારમાં અને ૭૦ટકા પૂર્વ વિસ્તારમાં છે. વર્ષ ર૦૦૭માં નવો પશ્ચિમ વિસ્તારમાં સરખેજ, મક્તમપુરા, વેજલપુર, થલતેજ, ઘાટલોડીયા, ચાંદલોડીયા, કાળીગામ, રાણીપ, ગોતા તથા ચાંદખેડાનો મ્યુ.કોર્પો.માં સમાવેશ કરવામાં આવ્યો પરંતુ સ્ટ્રોંમ વોટરનું નક્કર આયોજન આજ દિન સુધી થઈ નથી ર૦૧૩-૧૪ માં રૂા.૩૪ કરોડના ખર્ચે જાેધપુરમાં આરસીસીની ર૯ કી.મીની લાઈન નાંખવામાં આવી તે એક માત્ર કામ થયેલ છે.

નવા પશ્ચિમ ઝોનના ચાંદલોડીયા, ઘાટલોડીયા, રાણીપ, ચૈનપુર, જેવા વિસ્તારોમાંથી વરસાદી પાણી તળાવોમાં નાખવા માટે સ્ટ્રોંમ વોટર લાઈનો નાખી તે માટે ચૈનપુર પપીંગ સ્ટેશન બનાવવામાં આવેલ પરંતુ તે પંપીગ સ્ટેશન બંધ છે.

અમદાવાદમાં કેટલા તળાવો છે અને તેનો વહીવટ કોણ કરે છે તે સૌથી મોટું રહસ્ય છે મ્યુ. કોર્પોના એન્જીનીયર ડીર્પા.ના કહેવા મુજબ ૧૪ર તળાવ છે જયારે ખરેખર કોર્પો. પાસે ફકત ર૬ તળાવો છે અને તેની પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે.

કોર્પો. દ્વારા કલેકટર કચેરીમાં ૧૪ર તળાવોનું પઝેશન લેવાની દરખાસ્ત મુકવામાં આવી છે જે પૈકી ૭ તળાવો પ હેકટરથી મોટા, ૩૭ તળાવો ર થી પ હેકટર સુધીના તથા ૯૮ તળાવો ર હેકટરથી નાના છે.

આ તળાવો પૈકી કેટલાય તળાવોનું નામોનિશાન નથી અને કેટલાય તળાવોમાં સરકારી ઈમારત અથવા ગેરકાયદેસર બાંધકામો થઈ ચુક્યા છે જેથી આ તળાવોનું પઝેશન આપવું શક્ય નથી જયારે ૩૩ તળાવોનું પઝેશન આપવાની કલેકટર કચેરીમાંથી ચોખ્ખી ના પાડવામાં આવી છે આ ૩૩ તળાવોની જમીન ૯ લાખ ર૯ હજાર ચોરસમીટર થાય છે.

મ્યુનિ. કોર્પોરેટર નીરવ બક્ષીએ એસવીપી હોસ્પિટલમાં મા વાત્સલ્ય કાર્ડ નો પ્રશ્ન ઉઠાવ્યો હતો તેમના જણાવ્યા મુજબ વિધાનસભા ફલોર પર માર્ચ મહિનામાં આ અંગે રજુઆત કરવામાં આવી હતી.

ત્યારે સરકાર તરફથી રપ ફેબ્રુઆરીએ પરિપત્ર કરવામાં આવ્યો હોવાનો જવાબ આપવામાં આવ્યો હતો પરંતુ આજદિન સુધી એસવીપીમાં આયુષ્યમાન કાર્ડનો લાભ શરૂ થયો નથી તેવી જ રીતે વી.એસ. હોસ્પિટલના નવીનિકરણ માટે ટેન્ડરો ખુલી ગયા છે પરંતુ હજુ સુધી કામ શરૂ કર્યું નથી તો તેનું કામ ઝડપથી શરૂ થાય તે અંગે કાર્યવાહી કરવી જરૂરી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.