Western Times News

Gujarati News

કેરળમાં ચોમાસાનાં આગમન સાથે ભારે વરસાદ

પ્રતિકાત્મક

નવી દિલ્હી,  કેરળમાં ચોમાસાનાં આગમન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે અને હવે અન્ય રાજયોમાં પણ પ્રતિક્ષા તેજ બની છે. હવામાન વિભાગ દ્વારા આવતા પાંચ દિવસ સુધી ભારે વરસાદ તથા આંધી ફુંકાવાની આગાહી કરી છે.

સાથોસાથ કર્ણાટક તથા મહારાષ્ટ્રમાં પ્રિ-મોન્સુન એકટીવીટી જોર પકડવાની શકયતા દર્શાવી છે. કેરળમાં પ્રવેશ સાથે ચોમાસું હવે આવતા દિવસોમાં તટીય કર્ણાટક તથા મહારાષ્ટ્ર તરફ આગળ વધશે. રીપોર્ટમાં જણાવાયા પ્રમાણે ચોમાસાએ દક્ષિણ અરબી સમુદ્રનાં બાકીના ભાગો,

લક્ષદ્વિપ, કેરળનાં મોટાભાગનાં ક્ષેત્રો દક્ષિણ તામીલનાડુના અમુક ભાગો તથા દક્ષિણ પશ્ર્ચિમ બંગાળની ખાડીના વધુ કેટલાંક ભાગોમાં પ્રવેશ મેળવી લીધો છે. ચોમાસાને આગળ ધપવા માટે વાતાવરણ સાનુકુળ બની રહ્યું છે. આવતા બે-ત્રણ દિવસમાં તથા પૂર્વોતર રાજયોનાં કેટલાંક ભાગોને કવર કરી શકે તેમ છે.

હવામાન વિભાગે અનેક રાજયોમાં પ્રિ-મોન્સુન એકટીવીટી વધવાની શકયતા દર્શાવી છે. ઉતર પ્રદેશનાં પાટનગર લખનૌમાં ગઈસાંજે વરસાદ થયો હતો. હવે રાજયના 24 જીલ્લા માટે એલર્ટ અપાયુ છે. બિહારમાં પ્રિ-મોન્સુન વરસાદનો દોર જારી રહ્યો છે. અનેક સ્થળોએ વિજળી પડી હતી.

હવામાન વિભાગે રાજસ્થાનમાં પણ હવામાન પલટો થવાની તથા અનેક ભાગોમાં ધુળની આંધી અને વરસાદ થવાની પણ શકયતા દર્શાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અસાની વાવાઝોડાની અસરથી આંદામાનમાં નૈરૂત્વ ચોમાસાનું આગમન 6 દિવસ વહેલુ થઈ ગયુ હતુ.

22 ને બદલે 16 મી મેના રોજ પ્રવેશ કરી લીધો હતો. આ સંજોગોમાં કેરળમાં પણ વહેલી એન્ટ્રી થવાની આગાહી કરવામાં આવી હતી. જોકે પાંચેક દિવસ સીસ્ટમ સ્થગીત રહી હોવાથી 27મીએ પહોંચવાની આગાહીને બદલે 29મીએ કેરળમાં પ્રવેશ્યુ હતું. હવે કેટલી ઝડપથી આગળ ધપે છે તેના પર મીટ છે. હવે કેટલી ઝડપથી આગળ ધપે છે તેના પર મીટ છે. અગાઉ હવામાન ખાતાએ કેરળમાં પ્રવેશ બાદ આગળ ધપવામાં વિલંબ થવાનો નિર્દેશ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.