Western Times News

Gujarati News

ત્રણ દિવસમાં ૧ કરોડ ૪૦ લાખથી વધુની કેરીનું વેચાણ

ગુજરાત સહિત દેશના કેરીના ઉત્પાદકો અને વેચાણકર્તાઓએ આયોજન અંગે સંતોષ વ્યક્ત કર્યો છે

ગાંધીનગર, રાષ્ટ્રીય મેંગો મહોત્સવના સમાપન સમારોહમાં મહામંડલેશ્વર સ્વામી અખિલેશદાસજી, પાવન સિંધીજી- સામાજિક કાર્યકર્તા, અમદાવાદના જાેઈન્ટ પોલીસ કમિશનર અજય ચૌધરી જી,IPS  તથા પ્રવાસન કમિશનર આલોક કુમાર પાંડે, IAS ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટર આલોકકુમાર પાંડે કહ્યું કે, ‘રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું આયોજન સફળ રહ્યું છે. ગુજરાત સહિત દેશના કેરીના ઉત્પાદકો અને વેચાણકર્તાઓએ આયોજન અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. અને ૩ ના બદલે આવતા વર્ષે ૩૦ દિવસ લાંબો મેંગો ફેસ્ટવલ યોજાવાની માંગ કરી છે જે ખરેખર આ આયોજન ની સફળતા દર્શાવે છે.

એગ્રીકલ્ચર ટુરિઝમને વેગ આપવા માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે, જેમાં પ્રવાસન વિભાગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે’? વધુમાં તેઓ એ જણાવ્યું કે, માત્ર ત્રણ દિવસમાં કેરી અને કેરીની અન્ય બનાવટોનું ૧ લાખ ૪૩ હજારથી વધુ કિલોગ્રામ વેચાણ થયું છે. જેની જેની કિંમત રૂપિયા ૧ કરોડ ૪૩ લાખ ૫૨ હજાર થાય છે.

ગુજરાત સિવાય અન્ય રાજ્યોની ૨૧,૮૦૦ કિલોગ્રામ કેરી વેચાણ થયું છે જેની કિંમત ૪૩ લાખ ૬૦ હજાર થાય છે, ગુજરાતની ૧ લાખ ૨૧ હજાર કિલોગ્રામ કેરીનું વેચાણ થયું છે જેની કિંમત ૯૭ લાખ રૂપિયા થાય છે. રૂ. ૨ લાખ ૯૦ હજારની કેરીની અન્ય બનાવટોનુ વેચાણ થયું છે. ગાંધીનગરમાં પ્રથમવાર આયોજિત રાષ્ટ્રીય મેંગો મહોત્સવમાં ગુજરાત અને ભારતના અન્ય પ્રાંતોની કેરીઓના વેચાણના સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા હતા.

ગુજરાત અને ભારતના અન્ય પ્રાંતોની કેરીઓનું પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર દેશમાં આગવી ઓળખ ધરાવતી કેરીની જાતનું ખેડૂતો સીધા જ ઉપભોક્તાને વેચાણ કરી શકે તેવા હેતુથી મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત કેરીનું અથાણું અને છુંદ્દો, મોંગો પલ્પ, શેક, સહિતની અન્ય વેરાયટી પણ પ્રદર્શનમાં જાેવા મળી હતી. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, રાજસ્થાન, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ, દિલ્હી અને તમિલનાડુ રાજ્યોના કેરીના વિક્રેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, પ્રદર્શનમાં કુલ ૫૦ સ્ટોલ રાખવામાં આવ્યા હતા. વિવિધ રાજ્યોમાં આંબાની ખેતી સાથે સંકળાયેલ ખેડુતો, વાડીનાં માલિકો તથા કેરીના જથ્થાબંધ વેપારીઓને પોતાનાં કારોબારના વિકાસ માટેનું પ્લેટફોર્મ પુરું પાડવામાં આવી રહ્યું છે. SS1D


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.