Western Times News

Gujarati News

સિદ્ધુ મુસેવાલાની જીપનો પીછો કરી રહી હતી બે ગાડીઓ CCTV વીડિયો સામે આવ્યો

હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઇ ગેંગ સામેલ છે અને ગેંગના સભ્યએ કનેડાથી હત્યાની જવાબદારી લીધી છે

ચંદીગઢ, પંજાબના લોકપ્રિય સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાથી બધા સ્તબ્ધ છે. રવિવારે માનસાના જવાહર ગામ પાસે કેટલાક લોકોએ ફાયરિંગ કરીને સિદ્ધુ મુસેવાલાની હત્યા કરી દીધી હતી. આ હત્યાના સમાચારથી આખા પંજાબમાં સનસની ફેલાઇ ગઈ છે. આ દરમિયાન એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે.

જેમાં સિદ્ધુ મુસેવાલાની ગાડીને બે કાર પીછો કરતી જાેવા મળી રહી છે. આ વીડિયો ઘટનાનો ઠીક પહેલા છે. મુસેવાલા કાળા રંગની થાર ગાડીમાં બેસેલો જાેવા મળે છે. સીસીટીવી વીડિયોમાં જાેવા મળે છે કે તેમની ગાડીની પાછળ બે કાર છે. આ બે કાર તેમની ગાડીનો પીછો કરી રહી છે. પોલીસ આ બન્ને કારને શોધી રહી છે.

હરિયાણા અને બીજા રાજ્યોની પોલીસને પણ એલર્ટ કરવામાં આવી છે. સાથે પોલીસ અન્ય સીસીટીવી ફૂટેજને પણ શોધી રહી છે. પંજાબના ડીજીપી વીકે ભાવરાએ કહ્યું કે મુસેવાલાની હત્યા ગેંગ વચ્ચે આપસી દુશ્મનીનું પરિણામ લાગી રહ્યું છે. હત્યાની તપાસ માટે વિશેષ તપાસ દળ બનાવવામાં આવ્યું છે.

ડીજીપીએ એ પણ જણાવ્યું કે હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઇ ગેંગ સામેલ છે અને ગેંગના સભ્યએ કનેડાથી હત્યાની જવાબદારી લીધી છે. મુસેવાલા પાસે ખાનગી બુલેટપ્રુફ ગાડી હતી પણ ઘટના સમયે તે સાથે લઇ ગયા ન હતા. પોતાના ઘરેથી નીકળ્યા પછી મુસેવાલા બે અન્ય લોકો સાથે માનસા જિલ્લામાં પોતાની ગાડી ચલાવી રહ્યા હતા.

આ સમયે ૨-૨ ગાડીઓ આગળ અને પાછળ આવી અને મુસેવાલાની ગાડી પર ફાયરિંગ કર્યું હતું. જેમાં મુસેવાલાનું મોત થયું હતું. શુભદીપ સિંહ સિદ્ધુ તેમના ચાહકોમાં સિદ્ધુ મુસેવાલા તરીકે પ્રખ્યાત હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે મુસેવાલા અને તેના બે મિત્રો પંજાબમાં તેમના ગામ માનસા જઈ રહ્યા હતા.

૨૦૨૨ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં સિદ્ધુ મુસેવાલાએ કોંગ્રેસની ટિકિટ પર માનસાથી ચૂંટણી લડી હતી. તેમને આમ આદમી પાર્ટીના ડો. વિજય સિંગલાએ હરાવ્યા હતા. તમને જણાવી દઈએ કે, શુભદીપ સિંહ સિદ્ધુ, જેને પ્રેમથી મુસેવાલા કહેવામાં આવતા હતા, તેમનો જન્મ ૧૭ જૂન ૧૯૯૩ના રોજ થયો હતો.

તે મુસા વાલા ગામનો રહેવાસી હતો. શુભદીપને લોકો તેની ગાયકીને કારણે પણ ઓળખતા હતા. તેની લાખોમાં ફેન ફોલોઈંગ હતી. ગેંગસ્ટર રેપથી અલગ ઓળખ મળી હતી. મુસેવાલાએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી અને તેમની માતા ગામના સરપંચ હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.