Western Times News

Gujarati News

કરણની પાર્ટીમાં સલમાનને મળવા દોડ્યો હતો અભિષેક

ઐશ્વર્યા રાય આ પાર્ટીમાં પતિ અભિષેક બચ્ચન સાથે આવી હતી, જ્યારે સલમાન ખાન એકલો આવ્યો હતો

મુંબઈ,  ૨૫ મેએ બોલિવુડ ફિલ્મમેકર કરણ જાેહરએ ધમાકેદાર બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું, કરણ જાેહરની બર્થ ડે પાર્ટીમાં આખું બોલિવુડ ઉમટ્યું હતું. નવોદિત કલાકારોથી માંડીને સુપરસ્ટાર્સ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો પણ કરણની ૫૦મી બર્થ ડે પાર્ટીમાં હાજર રહ્યા હતા.

આ પાર્ટીમાં ઘણાં પૂર્વ કપલોનો પણ ભેટો થઈ ગયો હતો. જાેકે, પાર્ટીમાં પૂર્વ કપલ સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચનની હાજરી ઉડીને આંખે વળગી હતી. ઐશ્વર્યા રાય આ પાર્ટીમાં પતિ અભિષેક બચ્ચન સાથે આવી હતી. જ્યારે સલમાન ખાન એકલો આવ્યો હતો. પાર્ટી દરમિયાન અભિષેક અને સલમાને વાતચીત પણ કરી હતી.

પિંકવિલાના અહેવાલ પ્રમાણે, સલમાન તેમજ અભિષેક-ઐશ્વર્યા રાત્રે ૧૨ વાગ્યા પછી પાર્ટીમાં આવ્યા હતા. મુંબઈના જાણીતા સ્ટુડિયોમાં યોજાયેલી પાર્ટીમાં સલમાન રાત્રે ૧ વાગ્યાની આસપાસ આવ્યો હતો ત્યારે તેને અંદર આવતો જાેઈને અભિષેક બચ્ચન તેને મળવા ગયો હતો.

મીડિયા રિપોર્ટમાં આગળ દાવો કરવામાં આવ્યો છે કે, સલમાન અને અભિષેક ડાન્સ ફ્લોર સુધી સાથે ગયા હતા. તો અહીં સવાલ એ થાય કે શું ઐશ્વર્યાએ બ્રેકઅપની કડવાશ ભૂલાવીન સલમાન સાથે વાત કરી હતી? જવાબ છે ના. અહેવાલમાં આગળ જણાવાયું છે કે જ્યાં સુધી પતિ અભિષેક અને પૂર્વ પ્રેમી સલમાન સાથે હતા ત્યાં સુધી ઐશ્વર્યાએ એ બંનેથી અંતર જાળવ્યું હતું.

મતલબ કે, અભિષેક સલમાન સાથે વાત કરે તેનો ઐશ્વર્યાને કોઈ જ વાંધો નહોતો પરંતુ તે તેનાથી દૂર જ રહી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ ૨૦૧૨માં પહેલીવાર ઉદ્યોગપતિ સની દિવાનની ક્રિસમસ પાર્ટીમાં સલમાન અને અભિષેક બંને વાતો કરવા જાેવા મળ્યા હતા. એ વખતે પણ ઐશ્વર્યાને લઈને બંને વચ્ચે કોઈ ટેન્શન હોય તેવું દેખાયું નહોતું.

હવે કરણની પાર્ટીમાં પણ બંનેએ વાતો કરતાં આ બાબતની ખાતરી થઈ છે કે તેઓ ભૂતકાળ ભૂલાવીને આગળ વધી ગયા છે. ૨૦૦૨માં બ્રેકઅપ થયા બાદથી જ સલમાન અને ઐશ્વર્યા એકબીજાની અવગણના કરતાં આવ્યા છે. ક્યારેક કોઈ એવોર્ડ ફંક્શનમાં ભેટો થઈ પણ જાય તો જાેયા ના હોય તેમ આગળ-પાછળ થઈ જાય છે.

ક્યારેક ક્યાંક ઐશ્વર્યાનો ઉલ્લેખ થાય તો સલમાન તેના વિશે વાત કરી પણ લે છે પરંતુ એક્ટ્રેસ આમ કરતાં ખચકાય છે. અહીં નોંધનીય છે કે, ઐશ્વર્યા રાયે ૨૦૦૭માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા અને કપલની ૧૦ વર્ષની દીકરી છે જેનું નામ આરાધ્યા છે. SS1D


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.