Western Times News

Gujarati News

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાની ન્યાયિક તપાસ કરવાનો ર્નિણય ભગવંત માન સરકારે લીધો

ચંડીગઢ,પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાની ન્યાયિક તપાસ કરવાનો ર્નિણય ભગવંત માન સરકારે લીધો છે. સિદ્ધુ મુસેવાલાના પિતાએ માનને પત્ર લખીને પુત્રની હત્યાની સીબીઆઈ, એનઆઈએ અથવા હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ દ્વારા તપાસની માંગણી કરી હતી.

આ સાથે સંમત થતા ભગવંત માને જજને હત્યાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં પંજાબ સરકારે સિદ્ધુ મુસેવાલા ની વીઆઈપી સુરક્ષા પરત લેવાના ર્નિણયની તપાસ કરાવવાની વાત પણ કરી છે. સીએમઓ ઓફિસે કહ્યું કે મુખ્યમંત્રી આ મામલે ક્ષણ-ક્ષણની અપડેટ લઈ રહ્યા છે.

આજે મુખ્યમંત્રી આ મામલે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક પણ કરી શકે છે.ભગવંત માને એક નિવેદન જારી કરીને કહ્યું કે ગુનેગારોને જલ્દી પકડવામાં આવશે. જણાવી દઈએ કે સિદ્ધુ મુસેવાલા (શુભદીપ સિંહ)ના પિતા બલકૌર સિંહે માનને પત્ર લખીને સીબીઆઈ, એનઆઈએ અથવા સીટિંગ જજ દ્વારા કેસની તપાસની માંગ કરી હતી.

એટલું જ નહીં, તેણે ભગવંત માન પાસે માંગ કરી છે કે પંજાબના ડીજીપી માફી માંગે. તેમણે કહ્યું કે ડીજીપીએ તેમના પુત્રની હત્યાને ગેંગ વોરનું પરિણામ ગણાવી છે, જેના પર તેમણે માફી માંગવી જાેઈએ. હાલ મૂસેવાલાની હત્યાના મામલામાં અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે.

આઈપીસીની કલમ ૩૦૨, ૩૦૭ અને ૩૪૧ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત આર્મ્સ એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી છે. પોલીસ હાલમાં હત્યારાઓને ઓળખવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે. એટલું જ નહીં પોલીસ આ વીડિયોની પણ તપાસ કરી રહી છે, જેમાં બે કાર સિદ્ધુ મુસેવાલાની કારનો પીછો કરતી જાેવા મળી રહી છે.

આપને જણાવી દઈએ કે શનિવારે જ ભગવંત માન સરકારે પંજાબના મોટી સંખ્યામાં વીઆઇપીની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી અથવા તો તેમાં ઘટાડો કર્યો હતો. આવી સ્થિતિમાં સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ ભગવંત માન સરકારના ર્નિણય પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ રવિવારે મીડિયા સાથે વાત કરતા પંજાબ ડીજીપીએ કહ્યું હતું કે સિંગર પાસે ૪ કમાન્ડો હતા, જેમાંથી બેને પાછા ખેંચી લેવામાં આવ્યા છે. જાેકે, રવિવારે જતી વખતે તેણે તે બે કમાન્ડોને પણ સાથે લીધા ન હતા. એટલું જ નહીં સિદ્ધુ મુસેવાલાની પાસે પ્રાઈવેટ બુલેટપ્રૂફ કાર પણ હતી, જે તેણે લીધી ન હતી.HS1KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.