Western Times News

Gujarati News

ભારત પાકિસ્તાનની સીમા ઉપર બંન્ને દેશોના સૈનિકોનો જમાવડો

અમેરિકાએ એકવાર ફરી પાકિસ્તાનને કહ્યું છે કે સીમા પારથી આતંકવાદને રોકવો જાઇએઃ શાંતિ બનાવી રાખવા કહ્યું
વોશિંગ્ટન, ભારત પાકિસ્તાનના વધતા તનાવ વચ્ચે સંયુકત રાજય અમેરિકાએ બંન્ને દેશોને નિયંત્રણ રેખા(એલઓસી) પર શાંતિ અને સ્થિરતા કાયમ રાખવાનું આહ્‌વાન કર્યું છે.અમેરિકાએ એકવાર ફરી પાકિસ્તાનને કહ્યું છે કે સીમા પારથી આતંકવાદને રોકવો જાઇએ. અમેરિકી વિદેશ વિભાગે કહ્યું કે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તનાવ પર નજર રાખી રહ્યું છે વિભાગે કહ્યું કે નિયંત્રણ રેખા પર તાજેતરની ગોળીબારી તેના ધ્યાનમાં છે.

અમેરિકાએ કહ્યું કે તે ઇચ્છે છે કે આ બંન્ને દેશો વચ્ચે પરસ્પર વાતચીત થાય પરંતુ પાકિસ્તાનમાં આશ્રય લઇ રહેલ આતંકી સંગઠનોના કારણે એ સંભવ થઇ રહ્યું નથી.ભારત પાકિસ્તાન વચ્ચે ૧૯૭૨માં થયેલ શિમલા સમજૂતિ હેઠળ સીધી વાત થાય છે તો આ બંન્ને દેશ પરસ્પરના અનેક મુદ્દાને પડદાની પાછળ થઇ રહેલ વાતચીત દ્વારા ઉકેલી શકે છે.તેમણે કહ્યું કે બંન્ને દેશોએ વર્ષ ૨૦૦૬-૦૭માં કાશ્મીર સહિત અનેક મહત્વ મુદ્દાને પડદાની પાછળ થઇ રહેલ વાતચીત દ્વારા ઉકેલવામાં આવ્યા હતાં જા આપણે ઇતિહાસમાં જાઇએ તો ખબર પડશે કે જા આ બે દેશ ઇચ્છે તો સમસ્યાઓ ઉકેલી શકે છે.

અમેરિકાની આ પહેલ એવા સમયે થઇ છે જયારે ભારત પાકિસ્તાનની સીમા પર સૈનિકોનો જમાવડો જારી છે.બંન્ને દેશોની વચ્ચે એકવાર ફરી યુધ્ધ જેવી સ્થિતિ છે પાકિસ્તાની સેનાએ મોડી રાતે રાજારી પુંછ અને શાહપુર સેકટરમાં ભારે ગોળીબાર કર્યો હતો. દરમિયાન ભારતીય સેનાએ પણ સીમા પર જવાબી કાર્યવાહી કરી છે.ભારતીય સેનાએ કરમારા ગામમાં ત્રણ પાકિસ્તાની મોર્ટારને નિષ્ક્રિય કરી દીધા છે.આ ગોળા આબાદી વિસ્તારમાં પડયા હતાં આતંકી સ્થળો પર આ મોડી લશ્કરી કાર્યવાહી છે.ભારતની આ કાર્યવાહીથી ગભરાયેલુ પાકિસ્તાન એલઓસી પર ભારે ગોળીબાર કરી રહ્યું છે.

એ યાદ રહે કે ભારતીય સેનાએ શનિવાર અને રવિવારની રાતે નિયંત્રણ રેખા પર તંગધાર સેકટરની સામે આવેલ ગુલામ કાશ્મીરની અંદર આંતકવાદી લોન્ચપૈડ પર તોપખાનાથી હુમલો કર્યો હતો આ હુમલામાં ૧૦ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતાં ભારતીય સેનાનો દાવો છે કે આ હુમલામાં ત્રણ આતંકવાદી શિબિરો અને મોટી સંખ્યામાં આતંકવાદીઓની સામગ્રી નષ્ટ કરી દીધી છે.પાકિસ્તાને તાજેતરમાં બાલાકોટને ફરી સક્રિય કરી દીધુ છે અને ૫૦૦ ધુષણખોરો ભારતમાં ઘૂસવાની ફિરાકમાં છે અને આતંકવાદીઓની ભારતમાં ધુષણખોરી કરવા માટે પાકિસ્તાન સંધર્ષવિરામનો ભંગ કરે છે પરંતુ ભારતીય સેના પણ તેનો જારદાર જવાબ આપી રહી છે.અને ધુષણખોરીની મોટાભાગની કોશિશ નિષ્ફળ કરી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.