Western Times News

Gujarati News

ચીનમાં ભૂકંપથી હાહાકાર, જમીન ધ્રુજતા રસ્તા પર ચાલતા વાહનો અચાનક થંભી ગયા

બીજીંગ,ચીનના દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતના યાઆન શહેરમાં આવેલા ૬.૧ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં ચાર લોકોના મોત થયા છે અને ૧૪ લોકો ઘાયલ થયા છે.સ્થાનિક અધિકારીઓને ટાંકીને સમાચાર મળે છે કે ચાઇના અર્થક્વેક નેટવર્ક્‌સ સેન્ટર, અથવા સીઇએનસી અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સાંજે ૫ વાગ્યે લુશાન કાઉન્ટી, રૂટ્ઠ’ટ્ઠહ શહેરને હચમચાવી ગયો હતો.ટિ્‌વટર પર શેર કરવામાં આવેલ એક વિડિયોમાં ભૂકંપ શરૂ થતાંની સાથે જ એક મહિલા અને એક બાળક કપડાની દુકાનની અંદર દોડી રહ્યા છે.

અન્ય વિડિયોમાં એક રસ્તો દેખાય છે. જમીન હચમચી જતાં રસ્તા પર ચાલતા વાહનો અચાનક થંભી જાય છે, લોકો વાહનોમાંથી બહાર નીકળીને રોડની વચ્ચે દોડી જાય છે, નજીકના લોકો પણ સાઈડમાં પડેલા કાટમાળથી બચવા રોડની મધ્ય તરફ દોડે છે.ભૂકંપનું કેન્દ્ર ૧૭ કિમીની ઉંડાઈએ હતું. ભૂકંપના ત્રણ મિનિટ પછી, યાનન શહેરમાં બાઓક્સિંગ કાઉન્ટીમાં ૪.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. પીપલ્સ ડેઇલીએ અહેવાલ આપ્યો છે કે ચાર લોકો માર્યા ગયા અને ૧૪ અન્ય ઘાયલ થયા. ભૂકંપમાં માર્યા ગયેલા ચારેય લોકોના મોત પથ્થર પડવાને કારણે થયા હતા.

સોશિયલ મીડિયા પરના વિડિયો અને ફોટાઓ દર્શાવે છે કે ભૂકંપ અને ભૂસ્ખલનના કારણે તિબેટીયન પ્લેટુ પરના પ્રાંતમાં ૨૦૦૮માં ૭.૯-ની તીવ્રતાના ભૂકંપથી પ્રભાવિત લોકો માટે બાંધવામાં આવેલા ઘરો સહિત ભૂસ્ખલન અને ઇમારતોને નુકસાન થયું હતું. ભૂકંપના આંચકા અનુભવાતાની સાથે જ શાળાના બાળકો તેમના વર્ગખંડોમાંથી બહાર દોડી આવ્યા હતા, જ્યારે રહેવાસીઓ શેરીઓમાં દોડી આવ્યા હતા, ત્યારબાદ શ્રેણીબદ્ધ આફ્ટરશોક્સ આવ્યા હતા.hs2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.