Western Times News

Gujarati News

પોલીસે ૧૦૦ કલાકથી પણ વધુ સમયના CCTV ફંફોળ્યા

અમદાવાદ, શહેરના અડાલજ વિસ્તારમાંથી એક દંપતીના સળગાવેલા અવશેષો મળી આવ્યા હતા. દંપતીની હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે તેમને સળગાવી દેવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. ત્યારે અડાલજનનો આ હત્યાકાંડ પોલીસ માટે એક પડાકરરૂપ બન્યો છે. આ હત્યાકાંડના પુરાવા મેળવવા માટે પોલીસ સખત પ્રયાસ કરી રહી છે.

પુરાવા એકત્ર કરવા માટે પોલીસે ૧૦૦ કલાકથી પણ વધુ સમયના ફુટેજ તપાસ્યા છે. મહત્વનું છે કે, નર્મદા કેનાલ પાસેથી આ દંપતીના હાડકા અને ખોપરી સહિતના અવશેષો મળી આવ્યા હતા.અડાલજ હત્યાકાંડનો ભેદ ઉકેલવા માટે પોલીસ તનતોડ મહેનત કરી રહી છે. એટલું જ નહીં છેલ્લાં કેટલાંક દિવસોમાં હાઈવે પરથી નર્મદા કેનાલ તરફ આવેલા વાહનોની રજીસ્ટ્રેશન પ્લેટ શોધી રહી છે.

જેનો સંબંધ આ વિસ્તારમાં છેલ્લાં ૧૦ દિવસથી સક્રિય હજારો મોબાઈલ નંબરો સાથે સંબંધ હોય. સ્થાનિક ક્રાઈમ બ્રાંચની એક અલગ ટીમને પણ રાજ્યભરમાં એવા વ્યક્તિગત પરિવારોનો સંપર્ક કરવા અને તેમની મુલાકાત લેવાનું કામ સોંપવમાં આવ્યું છે કે, જેમણે છેલ્લાં એક મહિનામાં ગુમ થયેલી વ્યક્તિઓની ફરિયાદો નોંધાવી હોય. જેથી કરીને પીડિતોની ઓળખ કરી શકાય.

ખેર, હાલ તો પોલીસ પાસે કોઈ વિશ્વસનીય સીસીટીવી ફૂટેજ કે સાક્ષીઓ નથી. હાલ તો પોલીસ આ દંપતીની સોનાની વીંટીમાંથી મળેલો મ્જી સર્ટિફિકેટ કોડ, સળગાવેલું જીન્સનું બ્રાંડ લેબલ, અંડરગારમેન્ટ અને કપડાંમાંથી મળેલા ફોરેન્સિક પુરાવાના આધારે તપાસ કરી રહી છે. ત્યારે આ પીડિત દંપતીની ઓળખ કરવી અને તેમના હત્યારાઓ સુધી પહોંચવું હાલ પોલીસ માટે એક મોટો પડકાર બન્યો છે.

અડાલજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર ડી.બી.વાઘેલાએ જણાવ્યું કે, પોલીસને હાલ જીન્સ, અંડરગારમેન્ટ બ્રાંડના લેબલ અને વીંટી મળ્યા છે. જેના ફોટા પણ પ્રસારિત કર્યા છે પણ હજુ સુધી કોઈ લીડ મળી નથી. પોલીસ દ્વારા કેટલાંક સોનીઓનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. જેથી સોનાની વીંટી પરથી મળેલા બીએસ સર્ટિફિકેટ કોડની માહિતી મેળવી શકાય.

પણ સોનીઓનું કહેવું છે કે, બીસ સર્ટિફિકેટ કોડના આધારે તેને વેચનારની સંપૂર્ણ માહિતી મળી શકે નહીં. અમને એવી પણ આશા હતી કે સોનાની વીંટી બનાવનારા અમારો સંપર્ક કરશે, પણ એવું બન્યું નહીં. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવો ખુલાસો થયો કે, ૧૦ દિવસ પહેલાં આ અજાણ્યા દંપતીના માથાના ભાગે કોઈ બોથડ પદાર્થનો ઘા કરવામાં આવ્યો હતો. બાદમાં પુરાવાઓનો નાશ કરવા માટે અડાલજ પાસે આવેલી નર્મદા કેનાલ પાસે તેમના મૃતદેહને જાડા અને સૂકા પાંદડાઓમાં સળગાવી દેવામાં આવ્યા હતા.SS1KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.