Western Times News

Gujarati News

Smart Jodiના વિનર બન્યા અંકિતા લોખંડે અને વિકી જૈન

ટ્રોફીની સાથે મળી ૨૫ લાખ રુપિયાની ઈનામી રકમ

અંકિતા લોખંડે અને તેનો પતિ વિકી જૈન લગ્નના થોડા જ સમય પછી રિયાલિટી શૉ સ્માર્ટ જાેડીનો ભાગ બન્યા હતા

મુંબઈ,
ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈનને રિયાલિટી શૉ સ્માર્ટ જાેડીનો ખિતાબ મળ્યો છે. નોંધનીય છે કે લગ્નના થોડ જ સમય પછી અંકિતા અને વિકી આ રિયાલિટી શૉનો ભાગ બન્યા હતા. અંકિતા અને વિકીને મસમોટી ગોલ્ડન ગઠબંધન ટ્રોફી તો મળી જ છે, સાથે સાથે ૨૫ લાખ રુપિયા ઈનામી રકમ પણ મળી છે.

કપલની ખુશી અત્યારે બમણી છે કારણકે તેઓ પોતાની સિક્સ્થ મંથ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. આ સફળતા પછી અંકિતા લોખંડેએ એક વીડિયો પણ શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે ફિનાલેમાં અંકિતા અને વિકીની ટક્કર બલરાજ અને દિપ્તી સાથે થઈ હતી, પરંતુ તેમણે ટ્રોફી પોતાના નામે કરી છે.

જાે કે, બલરાજ અને દિપ્તીને રનરઅપ જાહેર કરવામાં આવ્યા છે. સ્માર્ટ જાેડી રિયાલિટી શૉની આ પ્રથમ સિઝન હતી અને અંકિતા-વિકીને પ્રથમ વિજેતા તરીકે યાદ રાખવામાં આવશે. અંકિતાએ સોશિયલ મીડિયા પર જીત્યા પછી એક વીડિયો શેર કર્યો છે

જેમાં જાેઈ શકાય છે કે રિતેષ દેશમુખ અને જેનેલિયાએ ટ્રોફી આપી ત્યારે અંકિતા અને વિકી કેટલા ખુશ થઈ ગયા હતા. અંકિતાએ સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે, જુઓ આપણે કેટલા આગળ આવી ગયા વિકી, આનુ શું મહત્વ છે તે આપણે જાણીએ છીએ.

ફિનાલે એપિસોડમાં અંકિતાએ વિક્કી સાથે આ શૉમાં ભાગ લેવા બાબતે ટિપ્પણી કરી હતી. અંકિતાએ અમારા સહયોગી ઈટાઈમ્સ સાથેની વાતચીતમાં કહ્યું કે, વિકી એક્ટર પણ નથી અને સારો ડાન્સર પણ નથી તેમ છતાં તેણે મારો સાથ આપ્યો. શૉ પર વિકીએ પણ મારી જેમ જ સ્પર્ધાત્મક વલણ દર્શાવ્યું. તેણે મારા કરતા વધારે સારું પર્ફોર્મ કર્યું. તે ઘણો સારો એન્ટરટેઈનર છે. અંકિતાએ જણાવ્યું કે, તે શૉ જીત્યા કારણકે તે લોકો રિયલ છે.

આ શૉના માધ્યમથી તેમને ઘણો ટાઈમ સાથે પસાર કરવાની તક મળી. અંકિતા કહે છે કે, વિક્કી પોતાના કામને કારણે બિલાસપુરમાં વધારે સમય પસાર કરે છે. પરંતુ આ જીતનો શ્રેય તેને મળે છે. તે મારા જીવનમાં એક બેલેન્સ લઈને આવ્યો છે. હું એક અલગ જ વ્યક્તિ બની ગઈ છું. હું તમામ બાબતો માટે તેનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. તમને જણાવી દઈએ કે અંકિતા લોખંડે અને વિકી જૈનના લગ્ન ડિસેમ્બર, ૨૦૨૧માં થયા હતા.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.