Western Times News

Gujarati News

ખતરોં કે ખિલાડીમાં જન્નત ઝુબૈર લેશે તગડી ફી

એક એપિસોડ માટે મળશે લાખો રુપિયા

જન્નત ઝુબૈર, મિસ્ટર ફૈસુ, મુનવ્વર ફારુકી, રુબિના દિલૈક વગેરે કલાકારો

આ સ્ટંટ આધારિત રિયાલિટી શૉમાં જાેવા મળશે

મુંબઈ,
TV અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર જન્નત ઝુબૈર સ્ટંટ આધારિત રિયાલિટી શૉ ખતરોં કે ખિલાડી ૧૨ સાથે ટીવી પર કમબેક કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.ખતરોં કે ખિલાડીના ફેન્સ આ રિયાલિટી શૉ માટે ઉત્સુક છે ત્યારે એક નવી જાણકારી સામે આવી રહી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, જન્નત ઝુબૈરને આ રિયાલિટી શૉ માટે તગડી ફી મળવાની છે.લોક અપ વિનર મુનવ્વર ફારુકી, સોશિયલ મીડિયા સેન્સેશન મિસ્ટર ફૈઝુ કરતા પણ વધારે પૈસા જન્નત ઝુબૈરને મળે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

એક રિપોર્ટ અનુસાર, જન્નત ઝુબૈર એક એપિસોડના ૧૮ લાખ રુપિયા ચાર્જ કરે છે.મિસ્ટર ફૈસૂ એટલે કે ફૈઝલ શેખ ૧૭ લાખ રુપિયા ચાર્જ કરે છે.રિપોર્ટસમાં એવી પણ જાણકારી મળી છે કે, રુબિના સૌથી વધારે કમાણી કરનારી અભિનેત્રી છે અને પ્રત્યેક એપિસોડ માટે ૨૦ લાખ રુપિયા ચાર્જ કરશે

રુબિના દિલૈકની વાત કરીએ તો, રુબિનાએ આ શૉનો ભાગ બનતા પહેલા તેમાં જાેડાવવા પાછળનું કારણ જણાવ્યુ હતું. રુબિનાએ જણાવ્યું કે, શક્તિ સીરિયલ પછી તેની પાસે કોઈ બીજાે શૉ નહોતો માટે તેણે આ ઓફર સ્વીકારી તેણે કહ્યું કે, હું ગયા વર્ષે શક્તિમાં વ્યસ્ત હતી.

અત્યારે મારી પાસે કોઈ ડેલી સોપ નહોતો, અને હું ઘરે શું કરતી, માટે મેં આ શૉમાં જવાની હા પાડી દીધી. રુબિનાએ વધુમાં જણાવ્યું કે, હું વધારે કોમ્પિટિટિવ નથી, પરંતુ મારી લડાઈ જાતે લડીશ રુબિનાનો પતિ અનુભવ શુક્લા પણ આ શૉમાં ભાગ લઈ ચૂક્યો છે. રુબિનાએ આ બાબતે જણાવ્યું કે, અમારા બન્નેની આગવી ગુણવત્તાઓ છે.

તે કોઈ એક બાબતે મજબૂત હોય, તો મારી કોઈ બીજી શક્તિ હોય કોઈ એવી ફોર્મ્યુલા નથી જે તેણે મને આપી હોય અભિનવે મને કહ્યું કે તુ કરી શકીશ અને મને તેના પર વિશ્વાસ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.