Western Times News

Gujarati News

સ્ટાર હોવા છતાં ગામડે સાદું જીવન જીવતો હતો સિદ્ધૂ

મુંબઈ, જાણીતા પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યાથી સમગ્ર દેશ ચોંકી ઉઠ્‌યો હતો. ત્યારે સિદ્ધૂ મૂસેવાલાના ફેન્સ સોશિયલ મીડિયા પર સિંગરના ઘણાં વિડીયો શેર કરી રહ્યા છે.

જેમાં સિદ્ધૂ મૂસેવાલાનો એક વિડીયો ખાસ્સો ચર્ચામાં છે કે જેમાં સિદ્ધૂ મૂસેવાલા ગામડામાં પોતાનું જીવન આનંદમાં પસાર કરતો જાેવા મળી રહ્યો છે.

જેમાં સિદ્ધૂ મૂસેવાલાનું સાદગીપૂર્ણ જીવન અને માતાનો વ્હાલ જાેવા મળી રહ્યો છે. ૨૮ વર્ષના સિદ્ધૂ મૂસેવાલાએ પૈસા અને નામ ખૂબ જ કમાયા. સ્ટારડમ હોવા છતાં તેઓ જમીન સાથે જાેડાયેલા વ્યક્તિ હતા. સિદ્ધૂ મૂસેવાલા જ્યારે પણ ગામના લોકોને મળે ત્યારે એકદમ સામાન્ય જીવન જીવતો હતો.

તે ગ્રામ્ય જીવન સાથે જાેડાયેલો હતો અને તેનું સાદું જીવન જાેઈને કોઈ કહે નહીં કે સિદ્ધૂ મૂસેવાલાનું વિદેશમાં પણ મોટું ફેન ફોલોઈંગ હશે. સિદ્ધૂ મૂસેવાલાનો એક વિડીયો યુટ્યુબ પર ચર્ચામાં છે કે જેમાં તેનું ગામડાનું સાદું જીવન જાેવા મળી રહ્યું છે. જેમાં સિદ્ધૂ મૂસેવાલા ગામમાં ટ્રેક્ટર ચલાવતો અને ગામના લોકો સાથે વાતો કરતો જાેવા મળી રહ્યો છે. એક જગ્યાએ તે પરિવાર સાથે વાત કરતો જાેવા મળી રહ્યો છે.

સિદ્ધૂ મૂસેવાલાને માતા માટે અપાર સ્નેહ હતો. સિદ્ધૂ મૂસેવાલાની હત્યાથી સેલિબ્રિટીથી લઈને ફેન્સ સુધી સૌ શોકમાં છે. ૨૯ મેના રોજ જ્યારે મૂસેવાલા મિત્રો સાથે ઘરેથી નીકળ્યો ત્યારે મૂસા ગામથી થોડે જ દૂર બે મિત્રો તેમજ તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

સિદ્ધૂ મૂસેવાલા પર ૩૦ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં તેનું મોત કેટલું પીડાદાયી થયું હતું તેની જાણ થાય છે. સિદ્ધૂ મૂસેવાલાને બે ડઝન જેટલી ગોળી વાગી હતી. સિદ્ધૂ મૂસેવાલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ૩૦ મેના રોજ થયું હતું.

રિપોર્ટમાં સામે આવ્યું છે કે, શુભદીપ સિંહ સિદ્ધૂ ઉર્ફે મૂસેવાલાના શરીરમાં ગોળીઓ ધરબી દેવામાં આવી હતી. પંજાબની ભગવંત માન સરકારે સિદ્ધૂવાલાના કેસની તપાસ પંજાબ અને હરિયાણાના હાઈકોર્ટના સિટિંગ જજને સોંપી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.