Western Times News

Gujarati News

વિસાવદરમાં એક ખેતરમાં પાણીના ઉડી રહ્યા છે ફુવારા

જૂનાગઢ, જિલ્લાના વિસાવદર ગામની સીમ વિસ્તારમાં એક ખેડૂતના ખેતરમાં એક દાયકા અગાઉ બોરમાંથી છેલ્લા બે મહિનાથી પાણી ખુટી પડ્યું હતું. જેના કારણે ખેડૂતે આખરે આ બોર બંધ કરી દીધો હતો .જાે કે ત્રણ દિવસ પહેલા આ બંધ બોરમાંથી અચાનક જ પાણીના ફુવારા છુટતા ખેડૂત પણ ચોંકી ઉઠ્‌યા હતા. ખેતર માલિક અને આસપાસના ખેડૂતો પણ આશ્ચર્યથી ચોંકી ઉઠ્‌યા હતા. હાલ તો ખેડૂતે ઉતારેલા પાણીના ફુવારાનો આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
હાલ ભરઉનાળામાં પડતા આકરા દાપ અને જમીન દોહનના માનવીય અભિગમના કારણે પાણીના તળ ખુબ જ નીચે ગયા છે.

જેના કારણે બોર કરવા છતા પણ પાણી માંડ એકાદ બે વર્ષ સુધી જ ચાલે છે. ત્યાર બાદ ખેડૂતે ફરી નવો બોર બનાવવો પડશે. ઠેરઠેર પાણીની સમસ્યા ઉનાળા દરમિયાન જાેવા મળે છે. ખાસ કરીને ઉનાળામાં તો સ્થિતિ ખુબ જ વિપરિત થતી રહે છે. તેવામાં પાણીના ફુવારાને કારણે સ્થાનિક લોકોમાં પણ ભારે આશ્ચર્ય જાેવા મળી રહ્યું છે.ખેડૂતને આ અંગે પુછવામાં આવતા તેમણે જણાવ્યું કે, ત્રણ દિવસ પહેલા અચાનક જ બોરમાંથી ખુબ જ વિચિત્ર અવાજ આવવા લાગ્યો હતો. ત્યાર બાદ અચાનક જ ખુબ જ પ્રેશર સાથે બંધ બોરમાંથી પાણીના ફુવારા ઉડવા લાગ્યા હતા.

આ દ્રશ્યના કારણે ખેડૂત આશ્ચર્યમાં મુકાયાહ તા. આસપાસમાં પણ આ અંગે માહિતી મળતા લોકો અહીં ઉમટી પડ્યાં હતા. દર એકાતરા દિવસે અહીંથી પાણીના ફૂવારાઓ ઉડતા રહે છે. ડોઢથી બે કલાક સુધી પાણીના ફુવારા ઉડે છે અને પછી આપોઆપ બંધ થઇ જાય છે.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.