Western Times News

Gujarati News

ધનતેરસ પ્રસંગે મોટાપાયે ખરીદી કરાય તેવા એંધાણ

અમદાવાદ: ધનતેરસ પર્વની આવતીકાલે દેશભરમાં ઉજવણી કરવામાં આવનાર છે. ધરતેરસનું હિન્દુ સમુદાય માટે વિશેષ મહત્વ રહેલું છે. ધનતેરસને ધન્યવાદનો અવસર બનાવવા માટે સોના-ચાંદી સાથે જાડાયેલા મોટા એકમો અને ગોલ્ડ જ્વેલરી સાથે જાડાયેલી મોટી કંપનીઓ આકર્ષક ઓફર સાથે આગળ આવી ચુકી છે. જુદી જુદી ઓફરો હેઠળ સોના-ચાંદીની જ્વેલરીમાં છૂટ આપવામાં આવી રહી છે.

ગોલ્ડ જ્વેલરી મેકીંગ ચાર્જ પર ૨૫ ટકા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. બીજી બાજુ ડાયમંડ જ્વેલરી પર પણ જંગી છૂટ આપવામાં આવી રહી છે. જુદા જુદા મોલમાં આ પ્રકારની ઓફરો કરાઈ રહી છે. ધનતેરસ પર્વની આવતીકાલે દેશભરમાં પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવનાર છે.

એકબાજુ કારોબારીઓ દ્વારા ધનતેરસની વિશેષ રીતે પુજા કરવામાં આવનાર છે. જ્યારે બીજીબાજુ ધનતેરસ ઉપર સોના-ચાંદીની મોટાપાયે ખરીદી કરવામાં આવનાર છે. આજે સોનાનો ભાવ અદવાદામાં ઉચો રહ્યો છે. સોના ચાંદીના ઉંચા ભાવ હોવા છતાં આવતીકાલે જંગી ખરીદી સોના-ચાંદીની પણ કરવામાં આવનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.