Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં પવારે એકલા હાથે ૫૪ સીટો અપાવી

મુંબઈ: કોઇપણ પ્રકારની એક ચૂંટણીથી કોઇપણ પાર્ટીને ફગાવી શકાય નહીં. મરાઠા લીડર શરદ પવારની પાર્ટી એનસીપીએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં જારદાર દેખાવ કરીને આ બાબત સાબિત કરી બતાવી છે. ચૂંટણીથી પહેલા એમ માનવામાં આવી રહ્યું હતું કે, એનસીપી માટે કોઇ વધારે સારી સ્થિતિ  નથી. સ્થિતિ  એ હતી કે, કોંગ્રેસની લીડરશીપે મહારાષ્ટ્રના પ્રચારમાં વધારે ઉત્સાહ દર્શાવ્યો ન હતો. પોતાની પાર્ટીના નેતાઓ ઉપર કેન્દ્રીય સંસ્થાઓના દરોડા અને પરિવારની આંતરિક લડાઈના કારણે પણ પવાર પરેશાન દેખાઈ રહ્યા હતા.

જા કે, આ તમામ પ્રકારની પરિસ્થિતિ  વચ્ચે શરદ પવાર એકલા મેદાનમાં રહ્યા હતા. મરાઠા ટાઇગર તરીકે ગણાતા ૭૯ વર્ષીય શરદ પવારે એકલા હાથે ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ફડનવીસ પર સીધા પ્રહારો કર્યા હતા. પવાર આગળ આવવાથી અન્ય કેટલાક પરિબળો પણ રહ્યા હતા.

તેમના ગઢમાં જનતાએ તેમના પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શરદ પવારની વધી ગયેલી તાકાતનો અંદાજ આ બાબતથી જ લગાવી શકાય છે કે, તેમની પારિવારિક સીટ બારામતીથી તેમના ભત્રીજા અજીત પવાર ૧૪૦૦૦૦ કરતા વધારે મતથી આગળ રહ્યા હતા. બારામતી વિધાનસભા સીટથી તેમની સ્થિતિ  સારી રહી હતી. કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ ચૂંટણી પહેલા નબળી દેખાઈ રહી હતી. છેલ્લી ચૂંટણીમાં ૪૧ સીટો એનસીપીને મળી હતી.

બીજી તરફ કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ આ વખતે પણ અગાઉ જેવી જ રહી છે. શરદ પવારના પ્રચારને લઇને પણ કેટલીક બાબતો જાહેર કરવામાં આવી છે. એકબાજુ મોદીએ આક્રમક પ્રચાર જારી રાખ્યો હતો. પવારે વરસાદી માહોલમાં પણ સતારામાં પ્રચાર કરીને પાર્ટીની સ્થિતિ ને મજબૂત ભૂમિકામાં લાવવામાં સફળતા મેળવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.