Western Times News

Gujarati News

ગોધરાના સફાઈ કામદારો ફરીથી હડતાલ પર ઉતર્યા !!

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેર ને સ્વચ્છ અને સુંદર રાખવા માટે જે પાલિકા તંત્રના સફાઈ કામદારો વહેલી સવારથી સાંજ સુધી ” સ્વચ્છતા નો પરસેવો ” વહાવે છે આ ગરીબ સફાઈ કામદારો ને ચાર મહીનાઓ થી વેતન ના નાણાં થી વંચિત છે

અને તેઓના પગાર ભથ્થાઓ માંથી કાપવામા આવેલા પી.એફ ના નાણા નો વર્ષો થી આપોપતો નથી ના આક્રોશ વચ્ચે ગોધરા નગરપાલિકાના સફાઈ કામદારો હડતાલ ઉપર ઉતરી જતા ગોધરા પાલિકાના સત્તાધીશો ના પાપે ચોમાસા ના દિવસોમાં શહેરીજનો ગંધકીઓ નો ભોગ બનશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.!!

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી ૧૮ મી જુને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિકાસલક્ષી કામો ના લોકાર્પણ માટે આવી રહ્યા છે ત્યારે ગોધરા નગરપાલિકા માં ફરજ બજાવતા સફાઈ કામદારો પોતાની માગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી આવતા ગોધરા શહેરના મુખ્ય માર્ગો નર્કગાર પરિસ્થિતિમાં ફેરવ્યા હતા

અને ચારેકોર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હતું ઉલ્લેખનીય છે કે ગોધરા નગરપાલિકામાં ફરજ બજાવતા કાયમી અને રોજમદાર સફાઇ કામદારો સહિત પેન્શનરો પણ પોતાની માગણીઓ ને લઈ હડતાલ ઉપર ઉતરી આવેલા સફાઈ કામદારો ને સમર્થન આપ્યું હતું. છેલ્લા ચાર માસથી પગારથી વંચિત સફાઈ કામદારો ની હાલત કફોડી બની છે

અને વ્યાજે નાણા લાવી પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે મજબૂર બન્યા છે હાલમાં કોરોના મહામારી બાદ રાજ્ય સહિત પંચમહાલ જિલ્લામાં સ્કૂલો રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી છે ત્યારે સફાઈ કામદારો ના બાળકોને અભ્યાસ માટે નોટબુક પુસ્તકો અને યુનિફોર્મ સહિત જરૂરી વસ્તુઓ લાવવા માટે મજબૂર બન્યા છે કેમ કે છેલ્લા માર્ચથી જુન માસનો પગાર ન મળતાં પોતાના બાળકો માટે નોટબુક પુસ્તકો લાવે તો ક્યાંથી લાવે?

તેવા પ્રશ્નો ઉભા થયા છે. જ્યારે સફાઇ કામદારો યુનિયન ના લીડર કમલેશભાઈ ચૌહાણ ને જણાવ્યું હતું કે ગોધરા નગરપાલિકા માં ફરજ બજાવતા સફાઈ કામદારો છેલ્લા કેટલાક સમયથી ભરતી પી.એફ ના નાણા પેન્શન રેગ્યુલર પગાર જે છેલ્લા ચાર માસથી ચૂકવવામાં ન આવતા કામદારોની હાલત કફોડી બની છે અને પગાર સહિતની વિવિધ માગણીઓની બાબતે ગોધરા નગરપાલિકાના કાયમી અને રોજમદાર સફાઇ કામદારો પોતાની વેદનાઓ દર્શાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.