Western Times News

Gujarati News

ભારતમાં બાળક દત્તક લેવું સરળ નથી: ત્રણ વર્ષનો વેઈટિંગ પીરિયડ, લાઈનમાં છે ૧૬૦૦૦ લોકો

નવી દિલ્હી, ભારતમાં ૧૬,૦૦૦થી વધુ લોકો બાળકને દત્તક લેવા માટે ત્રણ વર્ષ કરતા વધુ સમયથી રાહ જાેઈ રહ્યા છે. અધિકારીઓએ તેના માટે એવા બાળકોની ઓછી ઉપલબ્ધતાને જવાબદાર જણાવ્યું છે કે જેમને સરળતાથી દત્તક લઈ શકાય છે. માહિતીના આધિકાર કાયદા અંતર્ગત કરાયેલી એક અરજીમાં આ માહિતી સામે આવી છે.

સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીના અધિકારીઓએ જે આંકડા આપ્યા છે, તે મુજબ દેશભરમાં એવા ૨૮,૫૦૧ સંભવિત માતા-પિતા છે, જેમની ગૃહ સ્ટડી રિપોર્ટને મંજૂરી આપી દેવાઈ છે અને તે બાળકને દત્તક લેવાની લાઈનમાં છે. આંકડા મુજબ, તેમાંથી ૧૬,૧૫૫ સંભવિત માતા-પિતાની ગૃહ સ્ટડી રિપોર્ટ ત્રણ વર્ષ પહેલા મંજૂર કરી દેવાઈ છે અને તે હજુ સુધી બાળકોને દત્તક લેવાની રાહ જાેઈ રહ્યા છે.

આંકડો જાેતા ૨૮ જૂન સુધી ભારતમાં ૩,૫૯૬ બાળકો કાયદાકીય રીતે દત્તક લેવા માટે ઉપલબ્ધ હતા, જેમાંથી ખાસ જરૂરિયાતોવાળા ૧,૩૮૦ બાળકો પણ સામેલ છે.

આ સંબંધમાં એક સીનિયર અધિકારીએ કહ્યું કે, ‘દત્તક લેવાની સરેરાશ પ્રક્રિયા બેથી અઢી વર્ષ છે અને પછી એવા બાળકોની સંખ્યા ઘણી ઓછી છે, જે કાયદાકીય રીતે સરળતાથી દત્તક લેવા માટે ઉપલબ્ધ છે.

તેનાથી ભાવિ માતા-પિતા માટે દત્તક લેવા બાળકો શોધવા વધુ મુશ્કેલ થઈ જાય છે.’ સત્તાવાર આંકડા મુજબ, ખાસ દત્તક ગ્રહણ એજન્સીઓમાં ૨,૯૭૧ બાળકો રહે છે, જે દત્તક લેવા યોગ્ય ન હોવાની શ્રેણીમાં આવે છે, જ્યારે વિશેષ દત્તક-ગ્રહણ કેન્દ્રોમાં લગભગ ૭,૦૦૦ બાળકો રહેલા છે. તો, અન્ય એક અધિકારીએ સમજાવ્યું કે, દત્તક લેવા યોગ્ય ન હોવાની શ્રેણીમાં એ બાળકો આવે છે, જેમના જૈવિક માતા-પિતાએ તેમને દત્તક આપવાની મંજૂરી નથી આપી.

તેમણે જણાવ્યું કે, આવા બાળકોને બાળ આશ્રય ગૃહમાં એટલા માટે રાખવામાં આવે છે કે તેમના માતા-પિતા તેમના ઉછેરનો ખર્ચ ઉઠાવવામાં સક્ષમ નથી. અધિકારી મુજબ, જાે બાળકોની ઉંમર પાંચ વર્ષ કરતા વધુ છે, તો દત્તક લેતા પહેલા તેમની મંજૂરી લેવી પણ જરૂરી છે. સંસદના ગત સત્રમાં એક સંસદીય સમિતિએ ભારતમાં બાળક દત્તક લેવાની પ્રક્રિયા સરળ બનાવવા અને તેને નિયંત્રિત કરનારા જુદાજુદા રેગ્યુલેટર્સ પર ફરીથી વિચાર કરવા સૂચન કર્યું હતું.

એટલું જ નહીં, કેન્દ્ર સરકારે ગત વર્ષે જુવેલિયન જસ્ટિસ એક્ટમાં સંશોધન કર્યું હતું, જે અંતર્ગત દેશમાં દત્તક લેવાની પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે જિલ્લા અધિકારીઓને વધુ પાવર અને જવાબદારીઓ આપવામાં આવી હતી. પહેલા, દત્તક લેવાની પ્રક્રિયા કોર્ટ અંતર્ગત આવતી હતી. જાેકે, બાળ અધિકારી તજજ્ઞોનું માનવું છે કે, માત્ર પ્રક્રિયાને સરળ બનવવા કરતા તેમાં ઘણું વધારે કરવાની જરૂર છે.

હકઃ સેન્ટર ફોર ચાઈલ્ડ રાઈટ્‌સ’ના સહ-નિદેશક કુમાર શૈલભનું કહેવું છે કે, દત્તક લેવાની પ્રક્રિયા ઘણી જટિલ છે અને જુવેનાઈલટ જસ્ટિસ એક્ટમાં સંશોધન પહેલા કોર્ટમાં ઘણી લાંબી પ્રક્રિયાથી પસાર થવું પડતું હતું. તેમના કહેવા મુજબ, ‘પરંતુ હવે, જિલ્લા અધિકારી આ પ્રક્રિયાને જાેશે, પરંતુ જિલ્લા વહીવટી તંત્રની પાસે કરવા માટે ઘણા કામ છે.

એવામાં દત્તક લેવા માટે વધુ તપાસ અને પ્રક્રિયા ઘણી ઉપલછલ્લી છે. તે ઉપરાંત શું જિલ્લા વહીવટી તંત્ર પાસે એ જાણવાની પૂરતી ક્ષમતા અને સંસાધન છે કે, બાળકોને ગેરકાયદેસર કારણથી દત્તક લેવામાં આવી રહ્યું છે, કેમકે દત્તક લેવાના નામ પર તસ્કરીના મામલા સામે આવ્યા છે.

જેથી સંશોધન પછી સમસ્યા એક નવું સ્વરૂપ અને આકાર લેવા જઈ રહી છે. ભારતમાં બાળકોને દત્તક લેવા માટે સંભવિત માતા-પિતાએ સીએઆરએની વેબસાઈટ પર પ્રાસંગિક દસ્તાવેજાે સાથે દત્તક લેવા સંબંધિત પોતાની અરજી અપલોડ કરવાની હોય છે, તે પછી એક સામાજિક કાર્યકર્તા દ્વારા ગૃહ સ્ટડી કરવામાં આવે છે.

ગૃહ સ્ટડીને મંજૂર મળ્યા પછી ખાસ દત્તક ગ્રહણ એજન્સીઓ દ્વારા દત્તક લેવા માટે કાયદાકીય રીતે ઉપલબ્ધ બાળકોની પ્રોફાઈલ સંભવિત માતા-પિતાને મોકલવામાં આવે છે. સંભવિત માતા-પિતા તેમાંથી બાળકની પસંદગી કરે છે, તે પછી જિલ્લાધિકારી બધી પ્રક્રિયાને જુએ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.