Western Times News

Gujarati News

નેતાજીએ સારા વરસાદની ખુશીમાં કથા કરાવ્યા બાદ કરી દારૂની મહેફિલ

વલસાડ, વલસાડના કાંજણ હરી ગામમાં ચાલતી એક શરાબ કબાબની મહેફિલ પર વલસાડ LCB પોલીસે મોડી રાત્રે દરોડો પાડી રંગમાં ભંગ પડયો હતો. જયા પોલીસે ૨૫ લીટરથી વધુ વિદેશી દારૂ અને અનેક મોંઘીદાટ ગાડીઓ સહિત લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ૪૧ આરોપીઓની ધરપકડ કરી છે.

આ દરમિયાન વલસાડના નનકવાડા ગ્રામ પંચાયતના સરપંચ અને વલસાડ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ વિનોદ પટેલ સહિતના આગેવાણો પણ દારૂની મહેફિલ માણતા પોલીસ ઝપટે ચડયા હતા. જેને પગલે પોલીસના આ દરોડા ટોક ઓફ ધી ટાઈન બન્યો છે.

સારો વરસાદ થતાં લોકો લાપસીના આંધણ મૂકી ખુશી મનાવે છે. પરંતુ વલસાડમાં એક નેતાએ સારો વરસાદ વરસવાની ખુશીમાં કથા કરાવ્યા બાદ શરાબ કબાબની મહેફીલનું આયોજન કર્યું હોવાનું સામે આવ્યું છે. નેતાના ફાર્મમાં મહેફિલ જામી હતી. આ દરમિયાન પોલીસ ત્રાટકતા નાશભાગ મચી જવા પામી હતી.અડધી રાત્રે પોલીસે બોલાવેલા સપાટાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

જાે કે પૂરી તૈયારી સાથે પહોંચેલી વલસાડ એલસીબીની ટીમે આ કાર્યવાહીમાં પાર્ટીની મોજ માણતા રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓ અને તેમના સમર્થકોને વિદેશી દારૂ સાથે રંગે હાથ દબોચી લીધા હતા.આ દરમિયાન પોલીસે વિદેશી દારૂનો જથ્થો, પાંચ મોંઘીદાટ કાર, બુલેટ અને બાઇક મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી આગળ ધપાવી હતી.

મોડી રાત્રે સ્થળ પરથી ઝડપાયેલા તમામ આરોપીઓને પોલીસે બસમાં વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન લાવી હતી અને સવારે વલસાડ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઇ જવાયા હતા. આ વેળાએ દારૂની મોજ માણતા ઝડપાયેલ આરોપીઓ પોતાનો ચહેરો છુપાવતા જાેવા મળ્યા હતા.

પોલીસના આ દરોડા દરમિયાન નનકવાડા ગ્રામ પંચાયતના સરપંચ વિનોદ પટેલ , ઉપ સરપંચ ધર્મેશ પટેલ સહિત ગ્રામ પંચાયતના કેટલાક સભ્યોની સાથે તેમના સમર્થકો પણ પાર્ટી માણી રહ્યા હતા. પાર્ટીમાં ઝડપાયેલા નાનકવાડા ગ્રામ પંચાયતના સરપંચ વિનોદ પટેલ વલસાડ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ પણ છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વલસાડમાં સારો વરસાદ થતાં સારા વરસાદની ખુશીમાં સરપંચ સંઘના પ્રમુખ વિનોદ પટેલે તેમની ગ્રામ પંચાયતના તેમના સભ્યો અને સમર્થકોને પાર્ટી આપવા અને ખુશી મનાવવા પહેલા કથાનું આયોજન કર્યું હતું અને કથા બાદ શરાબ અને કબાબની મહેફીલનું આયોજન કર્યું હતું.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.