Western Times News

Gujarati News

દિલ્હી પોલીસ મોહમ્મદ ઝુબેરને લઇ યુપી પહોંચી,સીતાપુરથી શું કનેક્શન છે તેની તપાસ

લખનૌ, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ધરપકડ કરાયેલ ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબેરને દિલ્હી પોલીસ ઉત્તર પ્રદેશના સીતાપુર લાવી છે દિલ્હી પોલીસ ફેક્ટ ચેકર વિરુદ્ધ નોંધાયેલા કેસના સંબંધમાં તપાસ માટે અહીં પહોંચી હતી. આ કારણોસર પોલીસ લાવી હતી

આ કારણોસર પોલીસ લાવી હતી મહંત બજરંગ મુનિ, યતિ નરસિમ્હાનંદ સરસ્વતી અને સ્વામી આનંદ સ્વરૂપ પર પોતાના ટિ્‌વટ દ્વારા ધાર્મિક ભાવનાઓને ભડકાવવાના આરોપમાં દિલ્હી પોલીસ મોહમ્મદ ઝુબેરને સીતાપુર લાવી છે. તે જ સમયે, આ પહેલા દિલ્હી પુલીલ ઝુબેરને બેંગલુરુ સ્થિત તેના ઘરે પણ લઈ ગયો હતો.

તપાસ અને પૂછપરછ બાદ તેને ફરીથી દિલ્હી લાવવામાં આવ્યો હતો. ૨૭ જુને થઇ હતી ગિરફ્તારી ૨૭ જુને થઇ હતી ગિરફ્તારી ૨૭ જૂને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તેની ધરપકડ કરી હતી. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ ઝુબૈરને બુરારી વિસ્તારમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેને પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો હતો.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર જુબૈર વિરુદ્ધ જૂનમાં ટિ્‌વટર હેન્ડલ પરથી ફરિયાદ મળ્યા બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. વેબસાઇટ ૨૦૧૭માં શરૂ કરવામાં આવી હતી વેબસાઇટ ૨૦૧૭માં શરૂ કરવામાં આવી હતી મોહમ્મદ ઝુબેર બેંગ્લોરનો છે અને ફેક્ટ ચેક વેબસાઈટ Alt News ના સહ-સ્થાપક છે. Alt News એ ૨૦૧૭ માં મોહમ્મદ ઝુબેરે પ્રતીક સિંહા સાથે મળીને વેબસાઇટ શરૂ કરી હતી.

ઝુબૈરે આ વેબસાઈટ પર ઘણા મોટા ફેક ન્યૂઝના ખુલાસા કર્યા છે, જેના કારણે દેશભરમાં તેના કાર્યોની પ્રશંસા થઈ હતી. ઝુબૈરે છઙ્મં દ્ગીુજના સહ-સ્થાપક સિવાય પોતાને સમાચાર વિશ્લેષક અને ફેક્ટ ચેકર બનાવ્યા છે. ઝુબૈર દાવો કરે છે કે તે ખોટા, નકલી અને પ્રચાર ફેલાવતા સમાચારોની હકીકત તપાસીને સત્ય કહે છે.

સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબેરનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ મજબૂત ફેન ફોલોઈંગ છે. ઝુબેરના ઇન્સ્ટાગ્રામ પર લગભગ ૨૬.૩ હજાર ફોલોઅર્સ છે, જ્યારે સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પર તેના ૫૪૭.૭ હજાર ફોલોઅર્સ છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ઝુબૈરે હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ પોસ્ટ કરવાનો આરોપ લગાવ્યા બાદ આ મહિને કથિત રીતે તેનું ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરી દીધું હતું.HS1KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.