Western Times News

Gujarati News

ભારતીય કિસાન સંઘે વીજ સમસ્યા દૂર કરવા પંચમહાલ કલેકટરને આવેદનપત્ર સુપ્રત

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ભારતીય કિસાન સંઘ ગોધરા દ્વારા મીટર આધારિત વીજદર ને હોર્સ પાવર આધારિત વીજદરમાં સમાનતા લાવવા માટે અને સ્થાનિક ખેડૂતોની સમસ્યા દૂર કરવા મામલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ને ઉદ્દેશીને પંચમહાલ જિલ્લા કલેકટર મારફતે આજ રોજ કલેકટર કચેરી ખાતે રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું .

આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર વર્તમાન સમયમાં કિસાનો ને વીજ પુરવઠો હોર્સ પાવર આધારિત અને મીટર આધારિત આપવામાં આવે છે જેમાં બંનેના વીજદર માં તફાવત છે.

જેથી વીજ મીટર આધારિત ખેડૂતોને નુકસાની જાય છે.જેથી મીટર આધારિત ખેડૂતો ને પણ હોર્સ પાવર આધારિત ભાવ થી જ વીજ પુરવઠો આપી સમાનતા લાવવા  અને સ્થાનિક ખેડૂતો ને મીટર હોર્સ પાવર સમાન વીજદર , મીટર આધારિત બોરવેલનું વીજ બિલ દર બે મહિને , ફિક્સ ચાર્જમાં રાહત આપવા , સ્વેછીક લોડ વધારાની સ્કીમ લાવવા , બોરવેલ પર જાે વીજ મીટર બળી જાય તો તેની જવાબદારી વીજ કંપનીની ,

કિસાન સૂર્યોદય યોજના તત્કાળ સમગ્ર રાજ્યમાં અમલ કરવો , સ્કાય યોજના ફરીથી લાગુ કરવા વિગેરે પ્રશ્નોનું સરકાર સમક્ષ ચઅમારા પ્રશ્નો રજૂ કરતુ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.