Western Times News

Gujarati News

રોટરી કલબના પ્રેસિડેન્ટ તરીકે શ્રધ્ધા સોપારકરે કાર્યભાર સંભાળ્યો

(એજન્સી)અમદાવાદ, ઉધોગ સાહસીક અને જાણીતાં સામાજીક કાર્યકાર શ્રધ્ધા સોપારકરે રોટરી કલબ ઓફ અમદાવાદ નોર્થના પ્રમુખ તરીકેના તથા સિમ્યુલેશન્સના સ્થાપક અને ડીરેકટર શૈલેષ ગોયલે કલબ સેક્રેટરી તરીકેનો કાર્યભાર ગ્રહણ કર્યો છે.

શનીવારે યોજાયેલા એક કાર્યક્રમ દરમ્યાન ઈન્ટોલેશન ઓફીસર પરાગ શેઠ દ્વારા રોટરી વર્ષ ર૦રર-ર૩ માટે સોપાકર અને ગોયલની અન્ય પદાધિકારીઓ અને બોર્ડ ઓફ ડીરેકટર્સ સાથે નિમણુંક કરાઈ હતી. આ પ્રસંગે રોટરી કલબ ઓફ અમદાવાદ નોર્થના નવા સભ્યોનેકલબમાં સામેલ કરવામાં આવ્યા હતાં.

અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત પર્યાવરણ સંરક્ષણવાદી જગદ કિનખાબવાલાએ રોટરી કલબની અદ્ધુત કામગીરીની પ્રશંસા કરી હતી અને આવનારી ટીમને સમાજનું ઋણ ચુકવવા માટે નવી પહેલ પર કામ કરવા અનુરોધ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.