Western Times News

Gujarati News

ફૂડ અને રોમાન્સથી ભરપૂર રહ્યું મલાઈકા અને અર્જુનનું પેરિસ વેકેશન

મુંબઈ, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બોલિવુડના બહુચર્ચિત કપલ્સમાંથી એક છે. સમય મળતાં તેઓ એકબીજાનો સંગાથ માણવાનું અને વેકેશન પર જવાનું પસંદ કરે છે. ગયા મહિને જ અર્જુન તેનો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે ગર્લફ્રેન્ડ મલાઈકા સાથે ‘પ્રેમના શહેર’ પેરિસ પહોંચ્યો હતો.

ત્યાંથી બંનેએ એકબીજા સાથે કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી હતી. વેકેશન પરથી બંને પરત આવી ગયા છે અને કામે લાગી ગયા છે. સોશિયલ મીડિયા પર અર્જુન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવામાં ક્યારેય ખચકાટ ન અનુભવતી મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક્ઝોટિક વેકેશનનો થ્રોબેક વીડિયો શેર કર્યો છે. તેણે વીડિયો શેર કરવા પાછળના કારણનો ઉલ્લેખ પણ કર્યો છે.Malaika and Arjun’s Paris vacation was full of food and romance

વીડિયોની શરુઆત અર્જુન કપૂરથી થાય છે, જે કેમેરા સામે સ્માઈલ આપતો અને બાદમાં એરપોર્ટ પર ઉત્સાહથી દોડતો જાેવા મળી રહ્યો છે. આ વીડિયોમાં બંનેએ ત્યાં એન્જાેય કરેલા સમય તેમજ સાથે મળીને માણેલા સ્વાદિષ્ટ ભોજનની ઝલક પણ જાેવા મળી રહી છે.

બંને આમ તો ફિટનેસ ફ્રિક છે પરંતુ પેરિસમાં બધા નિયમો નેવે મૂકીને તેમણે તેમનું ફેવરિટ ફૂડ આરોગ્યું હશે તેમ લાગી રહ્યું છે. ક્લિપમાં અર્જુન અને મલાઈકાની કેટલીક રોમેન્ટિક તસવીરો પણ છે. આ સિવાય અર્જુનના બર્થ ડે સેલિબ્રેશનની ઝલક પણ જાેઈ શકાય છે.

વીડિયોના અંતમાં મલાઈકાએ હાથની મદદથી હાર્ટ શેપ બનાવ્યો છે અને સાથે લખ્યું છે ‘લવ’. કેપ્શનમાં લખ્યું છે ‘આ વાતાવરણ ખૂબ રોમેન્ટિક છે તેથી થ્રોબેક વીડિયો તો બનતા હૈ…પેરિસ @arjunkapoor. અર્જુન કપૂરના કાકા સંજય કપૂરે કોમેન્ટ કરતાં લખ્યું છે ‘વાહ વાહ’ તો કાકી મહીપ કપૂરે રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા છે.

અર્જુન અને મલાઈકા ચાર વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણા લાંબા સમય સુધી સંબંધોને છુપાવ્યા બાદ, તેમણે ઓફિશિયલ કર્યા હતા. તેમના લગ્નના રિપોર્ટ્‌સ પણ ફરતાં થયા છે. જે મુજબ, આ વર્ષના અંતમાં કપલ લગ્ન કરશે.

જાે કે, આ વિશે હજી સુધી કોઈ પુષ્ટિ કે જાહેરાત કરવામાં આવી નથી. વર્ક ફ્રંટની વાત કરીએ તો, અર્જુન કપૂર મોહિત સુરીની ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’માં જાેવા મળશે, જેમાં જ્હોન અબ્રાહમ, દિશા પાટની અને તારા સુતારિયા પણ છે. ફિલ્મ ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. આ સિવાય એક્ટર પાસે ‘કુત્તે’ અને ‘ધ લેડી કિલર’ જેવી ફિલ્મો પણ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.