Western Times News

Gujarati News

શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ- નિફ્ટી ગગડ્યા

મુુંબઇ,ગત અઠવાડિયે શુક્રવારે જ્યાં બજારમાં તેજી જાેવા મળી ત્યાં આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યા. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સની શરૂઆત લાલ નિશાન સાથે થઈ. કેટલાક વિદેશી શેરબજારમાં પણ મંદીનો માહોલ જાેવા મળી રહ્યો છે. આ સાથે જ ભારતીય શેર બ૦જારમાં ખુબ ઉતાર ચડાવ જાેવા મળી રહ્યો છે.

આજે સેન્સેક્સમાં ૨૦૦ અંકથી વધુનો ઘટાડો જાેવા મળ્યો. જ્યારે નિફ્ટી પણ ૮૦ અંકથી વધુ તૂટ્યો. આ સાથે લગભગ તમામ ઈન્ડેક્સ ઘટાડા સાથે ખુલ્યા છે.સોમવારે ભારતીય શેરબજારની શરૂઆત લાલ નિશાન સાથે થઈ. સેન્સેક્સમાં ૨૩૩.૨૪ અંકનો ઘટાડો જાેવા મળ્યો અને સેન્સેક્સ ૫૪૨૪૮.૬૦ ના સ્તરે ખુલ્યો. જ્યારે નિફ્ટીમાં પણ ઘટાડો જાેવા મળ્યો. નિફ્ટી ૮૪.૪૫ અંક ગગડીને ૧૬૧૩૬.૧૫ સ્તરે ખુલ્યો. આ અગાઉ આઠ જુલાઈના રોજ બજારમાં તેજી જાેવા મળ્યો હતો.

શુક્રવારે સેન્સેક્સમાં ૩૦૩.૩૮ અંકનો વધારો જાેવા મળ્યો હતો અને સેન્સેક્સ ૫૪,૪૮૧.૮૪ ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૮૭.૭૦ અંકના વધારા સાથે ૧૬,૨૨૦.૬૦ સ્તરે બંધ થયો.સ્થાનિક શેર બજારોની દિશા આ અઠવાડિયે આર્થિક આંકડા અને કંપનીઓના ત્રિમાસિક પરિણામોથી નક્કી થશે. આ ઉપરાંત વૈશ્વિક ટ્રેન્ડ અને વિદેશી કોષોનું વલણ પણ બજારની દ્રષ્ટિથી મહત્વનું રહેશે. તજજ્ઞોનું કહેવું છે કે બજાર ભાગીદારોની નજર આ સાથે જ રૂપિયાના ઉતાર ચડાવ અને ક્રૂડ ઓઈલના ભાવ ઉપર પણ રહેશે.HM

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.