Western Times News

Gujarati News

વલસાડ જિલ્લાના મધુબન ડેમમાંથી દર કલાકે ૧.૫૦ લાખ ક્યુસેક પાણી છોડાયું

Valsad Madhuban Dam 1.5lakh cusec water released

(પ્રતિનિધિ) વલસાડ, જિલ્લાના મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદી પાણીની આવક ૧.૫૦ લખા ક્યુસેકથી વધુ પાણીની આવક વધતા ૧૨ વાગ્યા સુધીના ૬ કલાકમાં ૧૦,૬૪,૧૭૦ ક્યુસેક પાણીની આવક સામે ૬ કલાકમાં ડેમમાં ૧૦ દરવાજા ૪ મીટર ખુલ્લા રાખીને તબબક્કા વાર ડેમમાં ૯,૯૭,૧૬૫ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં ૬ કલાકમાં છોડવામાં આવ્યું છે

સવારે ૬ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. વહીવટી તંત્રએ ભરતી અને ઓટનો સમય સેટ કરીને ડેમમાંથી પાણી છોડવામાં આવતા સ્થાનિક લોકોને પાણી ભરવાથી રાહત મળી હતી. સેલવાસ ભિલાડ ઉપરનો બ્રિજ પ્રભાવિત થતા બ્રિજ બંધ વાહનોની અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે.

વલસાડ જિલ્લા અને મહારાષ્ટ્રના અંતરિયા વિસ્તારમાં આવેલા ગામો જેવાકે મોખેડા, ડીંડોરી, હરસુલ, નાની પાલસાણ, ઓઝરખેડ અને મધુબન ગામોના વિસ્તરમાં પડી રહેલા મુશળધાર વરસદને લઈને મધુબન ડેમમાં વરસાદી પાણીની આવકમાં વધારો થતો જાેવા મળ્યો હતો.

આજે સવારે ૬ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધીમાં દર કલાકે ૧.૫૦ લાખ ક્યુસેક પાણીની આવક સામે ડેમમાંથી ૧૦ દરવાજા ૪ મીટર ખુલ્લા રાખીને ૧.૪૮ લાખ ક્યુસેક એવરેજ પાણી મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને લઈને વલસાડ જિલ્લા કલેક્ટરે મધુબન ડેમના ચેસમેન્ટ વિસ્તારમાં પડતા વરસાદને લઈને ડેમ લેવલ જાળવવા માટે દમણગંગા નદીમાં તબક્કાવાર ડેમમાંથી પાણી છોડવા જણાવ્યું છે.

દમણગંગા નદીના અસરગ્રસ્ત વિસ્તારો સેલવાસ, વાપી અને દમણના વિસ્તારોને એલર્ટ કરવામાં આવે છે. જિલ્લાનું કલેક્ટર, સેલવાસ કલેક્ટર અને દમણ કલેક્ટરની તબક્કાવાર વર્ચ્યુઅલ બેઠક કરીને દરિયાની ભરતીની પરિસ્થિતિ અને ઉપરવાસના વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.

આજે સવારે ૬ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં મધુબન ડેમના ૧૦ દરવાજા ૪ મીટર ખુલ્લા રાખીને ૬ કલાકમાં કુલ ૯,૯૭,૧૬૫ ક્યુસેક પાણી મધુબન ડેમમાંથી છોડવામાં આવ્યું હતું. સાથે વલસાડ જિલ્લાના કપરાડા, વાપી અને ઉમરગામ તાલુકામાં પણ ઉપરવાસના વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરે સોશ્યલ મીડિયાના માધ્યમથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે.

વલસાડ જિલ્લા કલેક્ટર, સેલવાસ અને દમણ કલેક્ટરે દમણગંગા નદીના તટ વિસ્તારમાં વસતા લોકોને નદીમાં પાણીની આવક વધારે હોવાથી નદીમાં ન્હાવા, માછલી પકડવા કે સેલ્ફી ફોટા પાડવા ન જવા લોકોને કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.