Western Times News

Gujarati News

ચીનને રોકવા માટે અમેરિકાનો ભારતના પક્ષમાં નિર્ણય

ભારતને CAATSA કાયદા હેઠળના પ્રતિબંધોમાંથી મુક્તિ -આ કાયદા હેઠળ અમેરિકા પોતાના વિરોધી દેશો સાથે હથિયારોની ખરીદી સામે પ્રતિબંધાત્મક પગલા ઉઠાવે છે

વોશિંગ્ટન,  વિસ્તારવાદી ચીનના વલણથી સમગ્ર દુનિયા હેરાન થઈ ગઈ છે. નાના તેમજ કમજાેર પાડોશી દેશ પર ચીન સતત પોતાનો રોફ જમાવી રહ્યુ છે. જાેકે, ભારતની સામે તેની વિસ્તારવાદી નીતિ સતત ફેલ થઈ રહી છે. કૂટનીતિ હોય કે સૈન્ય કાર્યવાહી, ભારત દરેક ભાષામાં ચીનને આકરો જવાબ આપી રહ્યુ છે.  દરમિયાન અમેરિકાને પણ ભારત પાસેથી જ આશા છે.

ચીનને રોકવા માટે અમેરિકાએ ભારતના પક્ષમાં મોટો ર્નિણય કર્યો છે. અમેરિકી પ્રતિનિધિ સભાએ રાષ્ટ્રીય સંરક્ષણ અધિકૃતતા અધિનિયમ (એનડીએએ)માં સુધારાના પ્રસ્તાવને પોતાની મંજૂરી આપી દીધી છે.

હવે અમેરિકી સાંસદોને ભારત દ્વારા રશિયા પાસેથી હથિયાર ખરીદવા મુદ્દે કોઈ વાંધો નથી. અમેરિકી સાંસદ રો ખન્નાએ ભારતને કાટ્‌સા (સીએએટીએસએ) કાયદા હેઠળ પ્રતિબંધોમાંથી છુટ આપવાની માગ કરી હતી.

આ અવસરે રો ખન્નાએ કહ્યુ, અમેરિકાએ ચીનના વધતા આક્રમક વલણને ધ્યાનમાં રાખતા ભારતની સાથે ઉભુ રહેવુ જાેઈએ. આ સુધારો વધારે મહત્વનો છે અને મને એ જાેઈને ગર્વ થાય છે કે તે બંને પક્ષોના સમર્થનથી પસાર થયું છે. અમેરિકા-ભારત ભાગીદારી કરતા મહત્વપૂર્ણ અમેરિકાના રણનીતિક હિતમાં બીજુ કંઈ પણ આટલુ જરૂરી નથી.

આ કાયદા હેઠળ અમેરિકા પોતાના વિરોધી દેશો સાથે હથિયારોની ખરીદી સામે પ્રતિબંધાત્મક પગલા ઉઠાવે છે. અમેરિકા સીએએટીએસએહેઠળ તે દેશો પર પ્રતિબંધ લગાવે છે જેમની ઈરાન, ઉત્તર કોરિયા કે રશિયાની સાથે લેવડદેવડ છે. પ્રતિનિધિ સભાને મંજૂરી બાદ પણ આ પ્રસ્તાવ હજુ કાયદાનો ભાગ નથી. આને કાયદાકીય માન્યતા આપવા માટે પ્રસ્તાવને અમેરિકી સંસદના બંને સભાગૃહમાં પસાર કરાવવુ પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.