Western Times News

Gujarati News

ગાડી પાર્ક કરવા બાબતે પૂર્વ આર્મીમેને પાડોશી પર કર્યું ફાયરિંગ

Files Photo

પૂર્વ આર્મીમેને ફાયરિંગ કરતા પાડોશીને ઈજા પહોંચી છે, તેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે

મહેસાણા,  મહેસાણાના કડીમાં ફાયરિંગની ઘટના બની છે. પૂર્વ આર્મીમેને પાડોશી પર ફાયરિંગ કર્યું છે. માત્ર ગાડી પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે પૂર્વ આર્મીમેને ફાયરિંગ કરી દીધુ હતું. તેણે પોતાની લાયસન્સવાળી ગનથી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં પાડોશીને ઈજા પહોંચી છે. તેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર કડીના કરણનગર રોડ પર આવેલી સોમનાથ સોસાયટીમાં ગાડી પાર્ક કરવા મુદ્દે બબાલ થઈ હતી. જેમાં પૂર્વ આર્મીમેને પોતાનું સ્કૂટર હટાવી કાર પાર્ક કરનાર પાડોશી પર ફાયરિંગ કરી દીધુ હતું. આ ઘટના બાદ પાડોશીને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. તો બંને પક્ષોએ સામ-સામી ફરિયાદ પણ નોંધાવી છે.

પૂર્વ આર્મીમેને પોતાના પર ધોકા વડે હુમલો કરવાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી છે. પૂર્વ આર્મીમેને કહ્યુ કે, પોતાની ગાડી પાર્ક કરવા માટે મારૂ એક્ટિવા પાડી દીધુ હતું. હું તેને રજૂઆત કરવા ગયો હતો. પરંતુ સામેથી લોકોનું ટોળુ આવી જતા મેં ફાયરિંગ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.